યુવતીના બિભસ્ત ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા ગુનો નોંધાયો

સમય ક્રાંતિ ન્યૂઝ..

શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતી યુવતીને અગાઉ ઉત્તર પ્રદેશમાં તેના વતનમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પાંચ વર્ષ સુધી બંને વચ્ચે પ્રેમ સંબંધ રહેતા અવારનવાર તેની વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. જેના કારણે યુવતીના ફોટા તેના પ્રેમી પાસે હતા. બાદમાં બંને વચ્ચે કોઈ સંબંધ ન રહેતા યુવકે તેણીને બદનામ કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર ફેંક આઈડી બનાવી યુવતીના વિભસ્ત ફોટા ઇન્સ્ટાગ્રામ આઈડી આભાર – નિહારીકા રવિયા  માં અપલોડ કરી યુવતીને અને તેના પરિવારને બદનામ કર્યો હતો. આ ઉપરાંત તેના ભાઈને માર મારવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેના પૂર્વ પ્રેમી સામે બદનક્ષી નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના લખનો તાલુકામાં ગોમતીનગર માનસ ગાર્ડનમાં વસવાટ કરતા તહેજીબખાન ઈસરાર ખાન અને અગાઉ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ યુવતી મૂળ ઉત્તર પ્રદેશની વતની હતી અને હાલમાં સુરતમાં લીંબાયત વિસ્તારમાં વસવાટ કરે છે. જે તે સમયે બંને વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમ સંબંધ રહ્યો હતો. જેના કારણે બંને વચ્ચે અવારનવાર શારીરિક સંબંધો બંધાતા તહેજીબખાનએ યુવતીના નિવસ્ત્ર હાલતમાં ફોટાઓ પાડ્‌યા હતા. જોકે બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ ન રહેતા છેલ્લા ઘણા સમયથી તહેજીબખાન યુવતીને ધમકાવતો હતો આ દરમિયાન તેજીબખાને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામનું ફેક આઈડી બનાવી તેના ની વસ્ત્ર ફોટા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ફેક આઈડી માં અપલોડ કરી તેને બદનામ કરી હતી. આ ઉપરાંત આ ફોટાઓ યુવતીને બહેન તથા પરિવારના સભ્યોને વોટ્‌સએપમાં મોકલી તેઓ ગાળો આપી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

 યુવતીના ભાઈને ગામ આયા તો ચલને લાયક નહિ રહેના દુંગા તેમ કહીને ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તહેજીબખાન સામે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી