સમય ક્રાંતિ ન્યૂઝ..
શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતી યુવતીને અગાઉ ઉત્તર પ્રદેશમાં તેના વતનમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પાંચ વર્ષ સુધી બંને વચ્ચે પ્રેમ સંબંધ રહેતા અવારનવાર તેની વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. જેના કારણે યુવતીના ફોટા તેના પ્રેમી પાસે હતા. બાદમાં બંને વચ્ચે કોઈ સંબંધ ન રહેતા યુવકે તેણીને બદનામ કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર ફેંક આઈડી બનાવી યુવતીના વિભસ્ત ફોટા ઇન્સ્ટાગ્રામ આઈડી આભાર – નિહારીકા રવિયા માં અપલોડ કરી યુવતીને અને તેના પરિવારને બદનામ કર્યો હતો. આ ઉપરાંત તેના ભાઈને માર મારવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેના પૂર્વ પ્રેમી સામે બદનક્ષી નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના લખનો તાલુકામાં ગોમતીનગર માનસ ગાર્ડનમાં વસવાટ કરતા તહેજીબખાન ઈસરાર ખાન અને અગાઉ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ યુવતી મૂળ ઉત્તર પ્રદેશની વતની હતી અને હાલમાં સુરતમાં લીંબાયત વિસ્તારમાં વસવાટ કરે છે. જે તે સમયે બંને વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમ સંબંધ રહ્યો હતો. જેના કારણે બંને વચ્ચે અવારનવાર શારીરિક સંબંધો બંધાતા તહેજીબખાનએ યુવતીના નિવસ્ત્ર હાલતમાં ફોટાઓ પાડ્યા હતા. જોકે બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ ન રહેતા છેલ્લા ઘણા સમયથી તહેજીબખાન યુવતીને ધમકાવતો હતો આ દરમિયાન તેજીબખાને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામનું ફેક આઈડી બનાવી તેના ની વસ્ત્ર ફોટા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ફેક આઈડી માં અપલોડ કરી તેને બદનામ કરી હતી. આ ઉપરાંત આ ફોટાઓ યુવતીને બહેન તથા પરિવારના સભ્યોને વોટ્સએપમાં મોકલી તેઓ ગાળો આપી હતી.
યુવતીના ભાઈને ગામ આયા તો ચલને લાયક નહિ રહેના દુંગા તેમ કહીને ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તહેજીબખાન સામે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.