અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો

સમય ક્રાંતિ ન્યૂઝ..

એક્ટર અલ્લુ અર્જુન (Allu Arjun) અને YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડી પર આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા આદર્શ આચાર સંહિતા ભંગનો કેસ કરવામાં આવ્યો છે. બંને પર ધારાસભ્યના નિવાસસ્થાને પરવાનગી વિના મોટી જાહેર સભા યોજવાનો આરોપ છે.

ધારાસભ્ય રેડ્ડીએ કથિત રીતે અલ્લુ અર્જુન (Allu Arjun)ને કોઈ પણ મંજૂરી વગર સભા માટે નંદ્યાલા મતવિસ્તારમાં બોલાવ્યા હતા. આવી સ્થિતિમાં, તેને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને ધારાસભ્ય રેડ્ડી તેમજ અલ્લુ અર્જુન (Allu Arjun) વિરુદ્ધ આચારસંહિતાના ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

અલ્લુ અર્જુને કહ્યું- એક મિત્રને મળવા આવ્યો હતો

આ પહેલા શનિવારે, વિધાનસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડીને તેમના નિવાસસ્થાને વિશાળ ફેન્સની હાજરી વચ્ચે મળ્યા પછી, અલ્લુ અર્જુને સ્પષ્ટતા કરી કે તે તેના મિત્રની મદદ કરવા નંદ્યાલા આવ્યો હતો. તેઓ કોઈપણ રાજકીય પક્ષને સમર્થન કરતા નથી. તેમની મુલાકાત એક મિત્ર માટે હતી. અભિનેતા અલ્લુ અર્જુને આ મામલે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “હું અહીં મારી સ્વતંત્ર ઇચ્છાથી આવ્યો છું. જો મારા કોઈ મિત્ર, પછી ભલે તે કોઈપણ ક્ષેત્રમાં હોય, મારી મદદની જરૂર હોય, તો હું આગળ આવીશ અને તેમને મદદ કરીશ. તેનો અર્થ એ નથી કે હું કોઈ રાજકીય પક્ષને સમર્થન કરું છું.”

Related Posts
બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

વરસાદ આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રને ધમરોળશે..!

સમય ક્રાંતિ ન્યૂઝ.. દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ સક્રિય છે. જયારે બંગાળના અખાત પરથી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ Read more

મહારાષ્ટ્ર માંથી નીકળતી બૂટલેગરો ની ગાડીઓ ઉચ્છલ અને સોનગઢ માંથી પસાર થાય છે.smc પકડી શકતી હોઈ તો સ્થાનિક પોલીસ કેમ નહિ ???

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા ના ઉચ્છલ અને સોનગઢ ખાતે આવેલ પોલીસ મથકના વહીવટદારો પોતાની મસ્તી માં ગુલ હોઈ તેમ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી