લગ્નમાં પધારેલા મહેમાનોને લોકશાહીના પર્વમાં મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવાનો પ્રેરક સંદેશો પાઠવતા સોનગઢના અંકિત ચૌધરી

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ તેમજ સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી ધારા પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ જાગૃતતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.


લોકશાહીના પર્વની ભવ્ય ઉજવણીમાં ઉત્સાહભેર ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લાના નાગરિકો પણ તૈયાર છે, ત્યારે તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીશ્રી અંકિતભાઈ આર. ચૌધરી સોનગઢ તાલુકાના ઝાડપાટી ગામના રહેવાસી છે. ૨૦મી અને ૨૧મી મેના રોજ યોજાયેલા લગ્ન પ્રસંગમાં વરરાજા અંકિત ચૌધરીએ હલ્દી, સંગીત, તેમજ લગ્નના દિવસે મહેમાનો તેમજ ગ્રામજનોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવાનો પ્રેરક સંદેશો પાઠવ્યો હતો. તાપી જિલ્લા ચૂંટણી તંત્રએ લગ્ન જેવા સામાજિક પ્રસંગમાં મહેમાનોને મતદાન જાગૃતિનો સંદેશ પાઠવવાની અનોખી પહેલ બદલ અંકિત ચૌધરીના વિચારોને બિરદાવ્યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી