સમય ક્રાંતિ ન્યૂઝ..
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને અનુલક્ષીને તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ અંગે અનેકવિધ કાર્યક્રમો તથા સ્વીપ એક્ટિવિટીનું આયોજન કરી રહ્યું છે.
ત્યારે તાપી જિલ્લાની વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મહેંદી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૧૧૫ જેટલા ભાવી યુવા મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.