1952 બાદ બીજી સૌથી લાંબી ચૂંટણી, અંતે કેમ જૂન સુધી મતદાન કરાવવા ‘મજબૂર’ થયું ચૂંટણી પંચ?

સમય ક્રાંતિ ન્યૂઝ..

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. ચૂંટણીની શરૂઆત એપ્રિલમાં થશે, જે જૂન સુધી ચાલશે. દેશના ચૂંટણીના ઇતિહાસમાં આ બીજી વખત છે જ્યારે જૂન મહિના સુધી મતદાન થવાનું છે. 1951-52માં પ્રથમ સંસદીય ચૂંટણી બાદ બીજી સૌથી લાંબા સમયની ચૂંટણી આ વર્ષે યોજાઇ રહી છે. લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ 44 દિવસનો છે. જોકે, આટલા દિવસો સુધી ચૂંટણી યોજાવાના કેટલાક કારણ પણ છે.

દેશમાં પ્રથમ લોકસભા ચૂંટણી 68 તબક્કામાં યોજાઇ હતી જેની શરૂઆત 25 ઓક્ટોબર, 1951માં થઇ હતી અને આ 21 ફેબ્રુઆરી, 1952માં પૂર્ણ થઇ હતી. સાત દાયકા બાદ 96.8 કરોડ મતદારોની રેકોર્ડ સંખ્યા સાથે 2024ની સંસદીય ચૂંટણી સૌથી લાંબી થવાની છે.જૂનમાં 1991માં લોકસભા ચૂંટણી યોજાઇ હતી, તેની પાછળનુ કારણ કિશપથ ગ્રહણના 16 મહિના બાદ ચંદ્રશેખર સરકાર ભંગ થઇ ગઇ હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

કેમ જૂન સુધી કરાવવી પડી ચૂંટણી?

લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે, જેની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂન સુધી મતદાન થશે. જૂન સુધી ચૂંટણી કરાવવાના બે મુખ્ય કારણ છે. જેમાં પ્રથમ કારણ 2019ની તુલનામાં આ વર્ષે ચૂંટણીની જાહેરાત છ દિવસ મોડી થઇ છે. 2019 ચૂંટણીમાં તારીખોની જાહેરાત 10 માર્ચે થઇ હતી. બીજુ કારણ આ છે કે માર્ચ અને એપ્રિલમાં હોળી, તમિલ ન્યૂ યર, બીહૂ અને બૈસાખી જેવા તહેવાર છે, જેના માટે રજા રહેશે.

ચૂંટણી પંચે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે નામ પરત ખેચવાની અંતિમ તારીખ અથવા મતદાનના દિવસે જરૂરી તારીખો તહેવારના દિવસે ના આવે.તારીખની જાહેરાત થવા પાછળ કેટલીક સ્થિતિ પણ જવાબદાર હતી જેમાં ચૂંટણી કમિશનર અરૂણ ગોયલનું અચાનક રાજીનામું પણ સામેલ છે, તેમના રાજીનામાને કારણે ત્રણ સભ્યોના ચૂંટણી પંચમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ બચ્યા હતા. એક અન્ય ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેય ફેબ્રુઆરીમાં રિટાયર થયા હતા.

સરકારે 14 માર્ચે બે નવા ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધૂને નિયુક્ત કર્યા હતા, તેમણે 15 માર્ચે કાર્યભાર સંભાળ્યો હતો અને એક દિવસ બાદ ચૂંટણીની જાહેરાત થઇ હતી. એક સીનિયર અધિકારીએ જણાવ્યું, “લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાતને કારણે ચૂંટણી પંચે વિચાર્યુ કે જ્યાર સુધી પુરી ટીમ નહીં હોય ત્યાર સુધી જાહેરાતમાં મોડું થઇ શકે છે. ભલે કાયદાકીય રીતે મુખ્ય ચૂંટણી કમિશનર જ ચૂંટણી કરાવે છે પરંતુ છતા પણ આ અનોખુ લાગે છે, માટે રાહ જોવામાં આવી હતી.

Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી