ભારતીય નૌસેનાએ ફરી બતાવી દરિયામાં તાકાત, કલાકો સુધી ચાલેલા ઓપરેશન બાદ 35 દરિયાઇ લૂંટારાઓને ઝડપી લીધા..

સમય ક્રાંતિ ન્યૂઝ..

ભારતીય નૌસેનાએ વોરશિપ INS કોલકાતાએ અરબ સાગરમાં 35 દરિયાઇ લૂંટારાઓની અટકાયત કરી છે. લુટારાઓની અટકાયત બાદ INS કોલકાતા વેપારીક જહાજ MV રૂએનના 17 ચાલક દળના સભ્યોનું રેસક્યૂ કરતા તેમની સાથે ભારતીય પશ્ચિમ તટ તરફ રવાના થયું હતું.

ભારતીય નૌસેનાના એક અધિકારીએ જણાવ્યું કે ભારતીય નૌસેનાએ દરિયામાં ઘણા મોટા અને લાંબા સમય સુધી ચાલેલા ઓપરેશન બાદ દરિયાઇ લૂંટારાઓને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા.ભારતીય નૌસેના બનાવની જાણ થતા જ એક્ટિવ થઇ હતી અને અપહરણ કરાયેલા માલવાહક જહાજ એમવી રૂએનને રોકી દીધો હતો. તે બાદ તેમાં સવાર સોમાલી દરિયાઇ ડાકુઓને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. ડાકુઓના ઇનકાર કરવા પર કેટલાક કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. તે બાદ નૌસેનાએ 35 ડાકુઓની અટકાયત કરી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જહાજમાં આ દેશના નાગરિકો હતા

ભારતીય નૌસેનાને મળેલી જાણકારી અનુસાર, જે જહાજનું ડાકુઓએ અપહરણ કર્યું હતું જેમાં મોટાભાગના અંગોલા,મ્યાનમાર અને બર્મુડાના નાગરિક સામેલ હતા. આ અઠવાડિયે સોમાલી દરિયાઇ ડાકુઓએ બાંગ્લાદેશના ઝંડા ધરાવતા એક માલવાહક જહાજ પર કબ્જો કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે 2017 બાદથી સોમાલી દરિયાઇ ડાકુ કોઇ વેપારી જહાજને સફળતાપૂર્વક અપહરણ કરી શક્યા નથી.

Related Posts
IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક અધિકારી અને ચાર જવાન શહીદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ Read more

શહીદ અંશુમનના માતા-પિતા અને પત્નીને વીમા ફંડમાંથી મળ્યા 50-50 લાખ રૂપિયા, પત્નીને પેન્શન મળશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. સિયાચીનમાં આર્મી ટેન્ટમાં લાગેલી આગમાં 19 જુલાઈ 2023ના રોજ શહીદ થયેલા દેવરિયાના કેપ્ટન અંશુમનના પરિવારને આર્મી ગ્રુપ Read more

ટ્રમ્પ ઉપર હુમલા બાદ તરત જ ચીને આ ખાસ ટી-શર્ટ પ્રિન્ટ કરીને ઓનલાઈન વેચી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પેન્સિલવેનિયા યુએસમાં ફાયરિંગના લગભગ બે કલાક પછી ચાઇનીઝ ઓનલાઈન રિટેલર્સે ગજબનું કામ કર્યુ હતું. Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી