લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તાપી જિલ્લામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

સમય ક્રાંતિ ન્યૂઝ..


તાપી જિલ્લામાં પ્રસિધ્ધ થયેલ આખરી મતદાર યાદી મુજબ કુલ ૫૦૬૫૩૦ મતદારો પૈકી પુરૂષ મતદારો ૨૪૬૧૩૬ અને સ્ત્રી મતદારો ૨૬૦૩૮૯ નોંધાયેલા છે. જ્યારે ૨૩-બારડોલી સંસદિય મતવિસ્તારમાં કુલ મતદારો ૨૦,૩૦,૮૩૦


ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા-૨૦૨૪ ની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ કરવામાં આવી છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર સમાવિષ્ટ ૨૩-બારડોલી સંસદિય મતવિસ્તારની ચૂંટણી સબંધિત પત્રકાર પરિષદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ, તાપી-વ્યારા ના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now


જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે આજરોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવી છે. આપણા ૨૩ બારડોલી સંસદિય મતવિસ્તારમાં આજથી જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ ૨૨ જેટલા નોડલ ઓફિસરો ની નિમણૂંક થઈ ગઈ છે.જુદી જુદી કામગીરી માટે ટીમોની રચના કરી દેવામાં આવી છે. સમગ્ર ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંતર કટીબધ્ધ છે. ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી જિલ્લા સેવાસદનમાં કરી શકાશે. આચારસંહિતાનું પાલન દરેક ઉમેદવારો અને વિવિધ પક્ષો દ્વારા કરવાનું રહેશે. ઉમેદવારની જાણ બહાર કોઈપણ વ્યક્તિ તેનો પ્રચાર કરી શકશે નહીં. ઉમેદવારની લેખિત સંમતિથી જ ચૂંટણી પંચના દિશા-નિર્દેશ મુજબ પ્રચાર કરી શકાશે. લોકશાહીના પર્વ નિમત્તે પોતાની નૈતિક ફરજ સમજીને દરેક નાગરિકે મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
તાપી જિલ્લામાં તા.૦૫/૦૧/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ થયેલ આખરી મતદાર યાદી મુજબ કુલ ૫૦૬૫૩૦ મતદારો પૈકી પુરૂષ મતદારો ૨૪૬૧૩૬ અને સ્ત્રી મતદારો ૨૬૦૩૮૯, થર્ડ જેન્ડર કુલ ૫ મતદારો નોંધાયેલા છે. વરિષ્ઠ નાગરિક મતદારો ૩૮૮૪ અને દિવ્યાંગ મતદારો ૨૪૩૬ અને યુવા મતદારો ૧૩૨૮૬ નોંધાયા છે. જ્યારે ૨૩-બારડોલી સંસદિય મતવિસ્તારમાં કુલ મતદારો ૨૦,૩૦,૮૩૦ પૈકી પુરૂષ મતદારો ૧૦,૩૨,૧૦૪ અને સ્ત્રી મતદારો ૯,૯૮,૭૦૫ અને થર્ડ જેન્ડર ૨૧ મતદારો નોંધાયેલા છે.૧૭૧-વ્યારામાં કુલ ૨૫૬ મતદાન મથકો અને ૧૭૨-નિઝરમાં ૩૩૯ મતદાન મથકો મળીને કુલ-૫૯૫ મતદાન મથકો છે.
ચૂંટણી ખર્ચ નિયંત્રણ નોડલ ઓફિસરશ્રી વી.એન.શાહે જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારની ખર્ચ મર્યાદા રૂા.૯૫ લાખ નક્કી કરવામાં આવી છે. ગેરકાયદેસર કરવામાં આવતા ખર્ચ નિયંત્રણ અંગે વિજીલન્સ ટીમો ફરજ બજાવશે.આદર્શ આચાર સંહિતાના અમલ માટે MCC, MCMC, VVT ફલાઈંગ સ્ક્વોડ સહિત વિવિધ ટીમોએ કામગીરી શરૂ કરી દીધી છે.દિવાલો ઉપરના લખાણ અને હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એચ.ઝાલાએ જણાવ્યું હતું કે કંટ્રોલરૂમ શરૂ કરી દીધા છે.ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૧૦૦૫, ૧૯૫૦ તથા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ નં..૦૨૬૨૬-૨૨૫૯૩૫ ઉપર કોઈપણ નાગરિક જાણ કરી શકશે. આ ઉપરાંત ઓનલાઈન c-Vigil એપ ઉપર પણ કોઈપણ નાગરિક ફરિયાદ નોંધાવી શકે છે.
આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડ, વ્યારા પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, નિઝર પ્રાંત અધિકારીશ્રી જયકુમાર રાવલ સહિત પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ/પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts
પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, ન.કૃ. યુ. વ્યારા ખાતે કેવીકે તાપી અને આત્મા તાપીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત દિન -વ -ડાંગર પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા માન. કુલપતિશ્રી Read more

ફિટ રહો, તંદુરસ્ત રહો: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે વ્યારામાં દોડ સ્પર્ધાનું આયોજન

સમય ક્રાંતિ ન્યૂઝ.. જિલ્લા કક્ષાની મીની મેરેથોન દોડ તેમજ રસ્સા ખેંચનું આજે સાંજે સાયજી ગ્રાઉન્ડ ખાતે ફ્લેગ ઓફ તાપી જિલ્લામાં Read more

તમાકુ મુક્ત શાળા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટોબેકો મુક્ત ભારત અભિયાન હેઠળ બાજીપુરાના કમલછોડ ખાતે ગત રોજ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વ્યારા Read more

કેનેડામાં થાંભલા સાથે અથડાયા બાદ ટેસ્લા સળગી, 3 ગુજરાતી સહિત 4 ભારતીય બળીને ભડથું થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. કેનેડાના ટોરોન્ટોમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત થયા છે. અહેવાલો અનુસાર તમામ લોકો ટેસ્લા કારમાં Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી