ભુવાએ તાંત્રિક વિધિના બહાને પરિણીતા પર બળાત્કાર ગુજારી 14 લાખ પડાવ્યા

સમય ક્રાંતિ ન્યૂઝ..

શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં વસવાટ કરતા ભુવાએ તાંત્રિક વિધિના બહાને મહિલા પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા પડાવી લઈ છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન અવારનવાર પરિણીતા પર બળાત્કાર ગુજારતા આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પરણીતાની ફરિયાદને આધારે નરાધમ ભુવા અને તેની પત્ની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલા જ કતારગામ પોલીસ મથકમાં પણ આ જ પ્રકારના એક ભુવાની કરતુંત સામે આવી હતી.


બનાવની વિગત એવી છે કે સરથાણા વિસ્તારમાં રહેતી પરણીતાની ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે સરથાણા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 283 માં ભુવા તરીકે કામ કરતા કનુભાઈ ઉર્ફે કલ્પેશભાઈ કોરાટ પાસે ગયા હતા. જ્યાં કનુ ઉર્ફે કલ્પેશ બાપુ તરીકે તાંત્રિક વિધિ કરતા હતા. જ્યારે તેની પત્ની હેતલબા મંદિરમાં માતાજી તરીકે બિરાજતા હતા. આ દરમિયાન પરણીતાએ બાપુને પોતાના ઘરની સઘળી હકીકત જણાવતા તેઓએ દર મંગળવારે દર્શન કરવા આવવા માટે જણાવ્યું હતું. આ દરમિયાન પરણીતા દર્શન કરવા માટે જતા કનુ ઉર્ફે કલ્પેશ નામના ઠગ ભુવાએ તમારા વતનમાં આવેલ જુના મકાનમાં માયા છે. જે કાઢવા માટે વિધિ કરવી પડશે અને લાંબા ટૂંકા પૈસાની જરૂર પડશે તેમ કહીને મંદિરના માતાજી હેતલબા તથા બાપુએ પરણીતાની ઘરની પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ તેઓની પરિસ્થિતિ સુધારવાના બહાને અલગ અલગ વિધિ કરવાના બહાને ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ જેટલી રકમ પચાવી પાડી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન કાણું ઉર્ફે કલ્પેશ પરણીતાને પોતાના ઘરે મંદિરના મઢમાં બોલાવી મઢનો દરવાજો અંદરથી બંધ કરી દેતા હતા અને પરણીતા ને ધ્યાનમાં બેસાડીને વિધિ કરી લીંબુ તથા મરચાં તેના ઉપરથી ઉતારી આખો બંધ રાખવાનું જણાવતા હતા. ત્યારબાદ ભુવા હું કહું તેમ કરવાનું છે નહીં તો માયા ની પ્રાપ્તિ તમને નહીં મળે તેવું કહીને પરણીતાના કપડા ઉતારતા આખરે પરણીતાએ કપડાં કાઢવાની ના પાડી હતી. પરંતુ બાપુએ આંખો કેમ ખોલી તેમ કહીને પરણિતાને જમીન પર સુવડાવી દઈ તેને માર માર્યો હતો. ત્યારબાદ પરણીતા સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.

છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન કનુ ઉર્ફે કલ્પેશ કોરાટ અવારનવાર પરણીતાને વિધિ કરવાના બહાને બોલાવી તેણીની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેની પત્ની હેતલબાએ પણ માતાજી તરીકે બિરાજમાન થઇ ઠગ પતિનો સાથ સહકાર આપ્યો હતો. જેથી આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે બળાત્કારનો ગુનો નોંધી તથા પૈસા પડાવ્યા નો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કળશમાંથી હીરા-મોતી નીકળશે કહી પથ્થર ભરીને આપી દીધા
ઠગબાજ ભુવા કનુ ઉર્ફે કલ્પેશે પરણીતાને વિશ્વાસ અપાવવા માટે તાંત્રિક વિધિ કરી એક તાંબાના કળશ ઉપર કપડું બાંધી પરણીતાને આપ્યું હતું અને આ કળશ લાંબો સમય સુધી ઘરમાં રહેવા દેવા માટે જણાવી બાદમાં અંદરથી હીરા મોતી નીકળશે તેમ જણાવ્યું હતું. જોકે ઠગબાજે આ કળશની અંદર પથ્થર ભરીને પરણીતાને આપી દીધા હતા. બાદમાં પરણીતાએ ઘરે કપડું ખોલતા તેની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થઈ હતી. જેથી પરણીતાએ સરથાણા પોલીસ મથકમાં તમામે ફરિયાદ નોંધાવી છે.

કતારગામમાં 15 દિવસ પહેલા જ એક ભુવા સામે બળાત્કારનો ગુનો નોંધાયો હતો
કતારગામ વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષીય પરિણીતાનો તેમના સમાજના પ્રસંગમાં કિર્તી માંડવીયા (ભુવાજી) (રહે, સુમન મંદિર આવાસ વીઆઈપી સર્કલ પાસે ઉત્રાણ) સાથે પરિચય થયો હતો. ત્યારબાદ મોબાઈલ અને ઈન્સ્ટાગ્રામ ઉપર  અવાર નવાર વાતો કરતા હતા આ દરમ્યાન કિર્તિ માડંવીયાએ પરિણીતાને પ્રેમજાળમા ફસાવી હતી. કિર્તિએ બે મહિના પહેલા તેની કતારગામ લલીતા ચોકડી પાસે આવેલી ગુજરાત મંચ નામની ઓફિસમાં મળવા માટે બોલાવી હતી. ત્યાં પરિણીતાને માદક પદાર્થવાળું પાણી અને પેંડા ખવડાવ્યા બાદ તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર કર્યો હતો.

Related Posts
પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, ન.કૃ. યુ. વ્યારા ખાતે કેવીકે તાપી અને આત્મા તાપીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત દિન -વ -ડાંગર પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા માન. કુલપતિશ્રી Read more

ફિટ રહો, તંદુરસ્ત રહો: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે વ્યારામાં દોડ સ્પર્ધાનું આયોજન

સમય ક્રાંતિ ન્યૂઝ.. જિલ્લા કક્ષાની મીની મેરેથોન દોડ તેમજ રસ્સા ખેંચનું આજે સાંજે સાયજી ગ્રાઉન્ડ ખાતે ફ્લેગ ઓફ તાપી જિલ્લામાં Read more

તમાકુ મુક્ત શાળા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટોબેકો મુક્ત ભારત અભિયાન હેઠળ બાજીપુરાના કમલછોડ ખાતે ગત રોજ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વ્યારા Read more

કેનેડામાં થાંભલા સાથે અથડાયા બાદ ટેસ્લા સળગી, 3 ગુજરાતી સહિત 4 ભારતીય બળીને ભડથું થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. કેનેડાના ટોરોન્ટોમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત થયા છે. અહેવાલો અનુસાર તમામ લોકો ટેસ્લા કારમાં Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી