સમય ક્રાંતિ ન્યૂઝ..
ધોરણ-10-12ની બોર્ડ પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ પોતાના પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવામાં ધોરણ-10-12ની બોર્ડ પરીક્ષાના પરિણામ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.
ધો.10-12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં એટલે કે એક મહિના વહેલા જાહેર કરી દેવામાં આવશ. મે મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેના કારણે પરિણામ આ વખતે વહેલા જાહેર કરવામાં આવશે.
ધોરણ 10-12ની પરીક્ષાના પેપર તપાસવાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે. હવે શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે. પરિણામ વહેલા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓના આગળના અભ્યાસમાં પ્રવેશની પ્રક્રિયા પણ ઝડપથી થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે ચૂંટણીના કારણે પરિણામ એક મહિના વહેલું જાહેર કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એપ્રિલ અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.?