સેલેબ્રિટીઝ લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા, બોલીવુડ કલાકારોએ આ રીતે કર્યું બપ્પાનું સ્વાગત

સમય ક્રાંતિ ન્યૂઝ..

વિશ્વભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ સુધી દરેક લોકો ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરતા જોવા મળ્યા હતા. બોલીવુડ કલાકારોએ પોતાના ઘરમાં ગણેશ સ્થાપના કરી હતી. સોનુ સૂદ, ભારતી સિંહ, નીલ નીતિન મુકેશ, રકુલપ્રીસ સિંહે પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું.

મુંબઈમાં સેલેબ્રિટીઝ પણ લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. આ ખાસ અવસર પર કાર્તિક આર્યન લાલબાગચા રાજાના દર્શન કરવા આવ્યો હતો. ભારે સિક્યૂરિટી વચ્ચે તેણે લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા. રકુલ પ્રીત સિંહ અને તેના પતિ જેકી ભગનાનીએ ઘરે બાપ્પાની સ્થાપના કરી હતી. સારા અલી ખાને પણ બપ્પા સાથેની તસવીર શેર કરી છે. તુષાર કપૂર પણ બાપ્પાની પૂજા કરતો જોવા મળ્યો હતો. સોનુ સૂદે પોતાના ઘરે ગણપતિજીની સ્થાપના કરી છે. સિંગર નીતિન મુકેશ અને તેમના પુત્ર નીલ નીતિને પણ ઘરે બાપ્પાની પૂજા કરી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

રણવીર અને દીપિકા તેમના માતા-પિતા સાથે મંદિર પહોંચ્યા હતા
આ પહેલા ગઈકાલે દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી . દંપતી બાપ્પાના દર્શન કરવા મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યું હતું. આ દરમિયાન રણવીર સિંહ ઓફ-વ્હાઈટ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. જ્યારે દીપિકા પાદુકોણ ગ્રીન બનારસી સિલ્ક સાડીમાં જોવા મળી હતી.

Related Posts
સિંઘમ અગેઈનમાં ચાહકોને નહીં જોવા મળે સલમાન ખાનનો કેમિયો, આ કારણે મેકર્સે બદલ્યો પ્લાન

સમય ક્રાંતિ ન્યૂઝ.. બોલિવૂડ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ સિંઘમ ચાહકોની મનપસંદ ફ્રેન્ચાઇઝીમાંથી એક છે. હવે ટૂંક સમયમાં Read more

હોટ રશિયન ગર્લને જોઈએ છે રિતિક રોશન જેવો છોકરો ! તમે શરતો પૂરી કરી શકો તો ઓફરનો ઉઠાવો લાભ!

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોશિયલ મીડિયા પર આપણી સામે કેટલીકવાર એવી વસ્તુઓ આવે છે કે આપણે માથું પકડીને બેસી જઈએ છીએ Read more

તમન્ના ભાટિયા પર EDનો શિકંજો, HPZ એપ કૌભાંડમાં પૂછપરછ

સમય ક્રાંતિ ન્યૂઝ.. બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા HPZ એપ કૌભાંડમાં ફસાઈ છે. અભિનેત્રી ગુરુવારે ગુવાહાટીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસમાં પૂછપરછ Read more

આલિયા ભટ્ટને ગંભીર બિમારી થઈ, ચાહકો આઘાતમાં

સમય ક્રાંતિ ન્યૂઝ.. બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે એટેન્શન ડેફિસિટ-હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)નો શિકાર છે. Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી