સમય ક્રાંતિ ન્યૂઝ..
આગામી ૨૫ જૂને તાલુકા અને ૨૯ જૂને જિલ્લા તથા રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે
નવા સ્વાગત પોર્ટલમાં એસ્કેલેશન મેટ્રીકસનો અમલ શરૂ કરવામાં આવેલ છે તેથી માહે.જુન-૨૦૨૪ ના સ્વાગત કાર્યક્રમમાં ફેરફાર થયેલ છે. જેની તાપી જિલ્લાના તમામ નાગરિકોએ નોંધ લેવાની રહશે.
કાર્યક્રમમાં થયેલ ફેરફાર મુજબ તાપી જિલ્લામાં તમામ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૫-૬-૨૦૨૪ ને મંગળવારના રોજ યોજાશે જયારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૯-૬-૨૦૨૪ ને શનિવારના રોજ તથા રાજય સ્વાગત કાર્યક્રમ તા.૨૯-૬-૨૦૨૪ ને શનિવારના રોજ યોજાશે.
નવા સ્વાગત પોર્ટલમાં એસ્કેલેશન મેટ્રીકસનો અમલ શરૂ કરવામાં આવતા માહે.જુન-૨૦૨૪ માસમાં તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા કરાયેલ અરજીઓ તથા રૂબરૂમાં મળેલ અરજીઓની ડેટા એન્ટ્રી નવા પોર્ટલમાં કરવામાં આવશે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વ્યારા -તાપીની અખાબરી યાદીમાં જણાવાયુ છે.