સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ડોલવણ ગ્રામ પંચાયત નજીક ફરિયાદી મહિલા તેમજ અન્ય લોકો ભેગા થયા હતા.જેમાં બિન આદિવાસી લોકોની દુકાન બંધ કરાવવા બાબતે ચર્ચા કરતા હતા,ત્યારે આરોપી અજિત ચૌધરી આવી જઈ બોલાચાલી કરી બબાલ કરી હતી.
જે બબાલનો વિડિયો શોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જેમાં અજિત ચૌધરીને ઈજા પોહચી હતી.જેમને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.બનાવને લઈ આશાબેન ચૌધરીએ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.જે માહિતી 5 કલાકે મળી હતી.