સમય ક્રાંતિ ન્યૂઝ..
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) એ ભારતીયો માટે ખોરાક સંબંધિત ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન મોટા રિસર્ચ, નિષ્ણાતોના અભિપ્રાય અને તેમના મંતવ્યો અને પોષણ અને આરોગ્ય પર વૈજ્ઞાનિક પુરાવાનાં ઘણા રિસર્ચ પછી બનાવવામાં આવી છે.
ખોરાક અને પોષણને લગતાં આ રિસર્ચ ભારતીય લોકોને નવું આહાર માર્ગદર્શન પૂરું પાડે છે અને તેમને લોકોની બદલાતી લાઈફસ્ટાઈલ, સામાન્ય રોગો અને ખાવાની બદલાતી આદતો વિશે વિચારવા મજબૂર કરે છે.રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે માટીના વાસણમાં ખોરાક બનાવીને ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. NIN એ માટીના વાસણોને પર્યાવરણને અનુકૂળ, ઓછા તેલની કિંમત અને ખોરાકમાં પોષક તત્વોને સાચવવામાં સક્ષમ ગણ્યા છે. NIN ની આ માહિતી ભારતીયોને તેમના વાસણો અને રસોઈની પદ્ધતિઓ અંગેના ઓપ્શન વિશે પણ માહિતી આપે છે. આ કારણે સારું ભોજન અને ટકાઉ રસોડાને પ્રોત્સાહન આપવાની વાત પણ કરે છે.
માટીના વાસમણાં ખોરાક રાંધવાથી ખોરાકમાંથી મળતા પોષક તત્વો જળવાઈ રહે છે. જો કે માટીના વાસણો દરેક રસોડા માટે યોગ્ય નથી હોતા, પરંતુ રસોડા પ્રમાણે તેને પસંદ કરી શકાય છે. રસોઈ માટે માટીના વાસણો યોગ્ય પસંદગી છે. માટીના વાસણો થોડા નાજુક હોય છે, પરંતુ યોગ્ય કાળજી સાથે તેનો ઉપયોગ કરી શકાય છે.