સમય ક્રાંતિ ન્યૂઝ..
વાસદા તાલુકામા આવેલ નેશનલ પાર્ક નજીક અચાનક લાગેલ આગ અગે જાણકારી મળતા ઘટનાસ્થળે પહોચેલ ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો. જા કે, તે પહેલા ગોડાઉનમાં રખાયેલ વાસનો એક જથ્થો બળીને ખાક થઇ ગયો હતો.
આ અગે વાસદા પોલીસને જાણ કરાતા, પોલીસે આ અગે તપાસ શરૂ કરી છે.
વાસદાના તાડપાડા સ્થિત વાસના ગોડાઉનમાં લાગેલ આગની જાણકારી મળતા બીલીમોરા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી, અને આગ ગોડાઉનમાં રહેલ વાસના અન્ય ઢગલાઓ સુધી પહોચે તે પહેલા આગ પર કાબુ મેળવી લીધો હતો.વાસદા નેશનલ પાર્કમા અનેક જાતિના જંગલી પશુ-પક્ષીઅો વસવાટ કરે છે. ત્યારે જા વાસના ગોડાઉનમા લાગેલ આ આગ નેશનલ પાર્ક સુધી પહોચી હોત તો, નેશનલ પાર્કમા વસતા વન્ય પશુ-પખીઅો માટે તે આફતરૂપ બની રહી હોત. હાલમા તો નેશનલ પાર્ક નજીક વાસના ગોડાઉનની પરવાનગી બાબતે વનવિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામા આવી છે.