પૂર્વ IAS તાલીમાર્થી પૂજા ખેડકર મુશ્કેલીમાં, નકલી નિકળ્યું વિકલાંગતાનું પ્રમાણપત્ર

સમય ક્રાંતિ ન્યૂઝ..

મહારાષ્ટ્રની (Maharashtra) પૂર્વ IAS તાલીમાર્થી પૂજા ખેડકરની (Pooja Khedkar) મુશ્કેલીઓ વધી ગઈ છે. પૂજા ખેડકર વિરુદ્ધ એક્શન લેવાય તેવી પણ સંભાવના છે, કારણ કે પૂજાનું ડિસેબિલિટી સર્ટિફિકેટ નકલી હોવાનું હાઇ કોર્ટમાં સાબિત થઇ ગયું છે. પૂજાના કેસમાં આજની સુનાવણી (Hearing) બાદ તેણીનું ડિસેબિલિટી સર્ટિફિકેટ નકલી હોવાની જાણ થતા, આગામી સુનાવણી આવતી કાલે 5 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

આજની સુનાવણી દરમિયાન પૂજા ખેડકરે પોતાના સર્ટિફિકેટમાં નામ બદલી નાખ્યું હોવાનું સામે આવ્યું હતું. તેમજ મહારાષ્ટ્રમાંથી આ નકલી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય, આ દાવો પણ ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ પૂજા ખેડકરે જે ડિસેબિલિટી સર્ટિફિકેટ ફાઈલ કર્યું હતું તેના સંબંધમાં કથિત રીતે પૂજાએ જણાવ્યુ હતું કે આ સર્ટિફિકેટ મેડિકલ ઓથોરિટી, અહેમદનગર મહારાષ્ટ્ર દ્વારા જારી કરવામાં આવ્યું હતું. ત્યારે પૂજાનો આ દાવો પણ ખોટો નીકળ્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ઓછા માર્ક્સ હોવા છતાં પરીક્ષા પાસ
અસલમાં પૂજા ખેડકરે UPSC પરીક્ષા માટે પસંદગીમાં વિશેષ છૂટ મેળવવા માટે વિકલાંગતા પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો હતો. આટલું જ નહીં, UPSC પરીક્ષામાં ઓછા માર્ક્સ હોવા છતાં, પૂજા ખેડકરએ વિકલાંગતા પ્રમાણપત્રના આધારે મળેલી વિશેષ છૂટથી UPSC પરીક્ષા પાસ કરી હતી. તેમજ વિકલાંગતાના પ્રમાણપત્રથી મળેલા લાભના આધારે પૂજા ખેડકરે UPSC પરીક્ષામાં 841મો રેન્ક મેળવ્યો હતો. આવી સ્થિતિમાં, કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાની સાથે, દિલ્હી પોલીસે હવે સ્વીકાર્યું છે કે પૂજા ખેડકરનું વીકલાંગતાનું પ્રમાણપત્ર નકલી છે, જે મહારાષ્ટ્રમાંથી આપવામાં આવ્યુ ન હતું.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી