સુમુલ શુદ્ધ ઘીના પાઉચમાં ડુપ્લીકેટ ઘી ભરી વેચાણ કરનાર એક સુરતમાંથી 

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરતમાં હવે સુમુલ બ્રાન્ડના શુદ્ધ ઘીના પાઉચમાં નકલી હલકી ગુણવત્તાનું ઘી ભરી વેચાણ થતું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે સુમુલના પાઉચમાં નકલી ઘી વેચતા એક ઈસમની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 6 ઓગસ્ટે ડભોલીમાં ગોગા મહારાજ મંદિરની પાસે આવેલા હેની આર્કેટ કોમ્પલેક્સમાં શ્રી હરી માર્ટ શોપમાંથી એક ઈસમને પોલીસે પકડ્યો છે. આ ઈસમ પાસેથી સુમુલ દુધ ઉત્પાદક મંડળી તથા અન્ય કોઈ લાયસન્સ વિના સુમુલ શુદ્ધ ઘીના 1 લિટરના કુલ 7 પાઉચ તથા 500 મિ.લી.ના 8 પાઉચ એમ કુલ 15 પાઉચ મળ્યા હતા, જેની કિંમત 6820 રૂપિયા થાય છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ ઈસમે સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીના પાઉચ જેવા આબેહુબ દેખાતા ડુપ્લીકેટ પાઉચ બનાવ્યા હતા, જેમાં તે ડુપ્લીકેટ ઘી ભરતો હતો. ત્યાર બાદ ગ્રાહકોને સુમુલ શુદ્ધ ઘીના પાઉચના નામે વેચતો હતો.

આ મામલે ધ્યાન જતા સુમુલ ડેરીના દિપેશ ચંપકલાલ ભટ્ટે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેડમાર્ક તથા કોપીરાઈટ હક્કના ભંગ હેઠળ કાર્યવાહી કરી એક ઈસમ લલિત ઘનશ્યામ ઈટાલીયા (ઉં.વ. 38, રહે 502, શુકન શ્રી હાઈટ્સ જહાંગીરપુરા, ડભોલી બ્રિજ પાસે, ડભોલી)ને ઝડપી પાડ્યો છે, જ્યારે પ્રતિક કનુભાઈ ઠક્કરને વોન્ટેડ જાહેર કર્યો છે ત્યારે અહી સવાલ એ થઈ છે કે જ્યારે ફૂડ વિભાગ કેમ કોઈ નક્કર કાર્યવાહી કે તાપસ સમય સર કરતા નથી ..?

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી