હૈદરાબાદની ફાઈનલમાં  એન્ટ્રી, ક્વોલિફાયરમાં રાજસ્થાનને આપી હાર

સમય ક્રાંતિ ન્યૂઝ..

સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રને હરાવ્યું છે. આ સાથે SRH IPL 2024 ની ફાઇનલમાં પહોંચી ગયું છે અને 26 મેના રોજ તે ટાઇટલ મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે ટકરાશે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હૈદરાબાદે પહેલા રમતા 175 રન બનાવ્યા હતા. હેનરિચ ક્લાસને અડધી સદી ફટકારી હતી, જ્યારે રાહુલ ત્રિપાઠીએ 15 બોલમાં 37 રનની ઇનિંગ રમીને SRHને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. જ્યારે રાજસ્થાનની ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે યશસ્વી જયસ્વાલ સિવાય ટીમની આખી બેટિંગ લાઇન અપ સંઘર્ષ કરતી જોવા મળી હતી. જયસ્વાલે 21 બોલમાં 42 રન બનાવ્યા અને આ ઈનિંગ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. ખાસ કરીને શાહબાઝ અહેમદે મધ્ય ઓવરોમાં 3 મહત્વની વિકેટ લઈને મેચને પલટી નાખી હતી.

 

WhatsApp Group Join Now
Instagram Page Join Now

176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે 24 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ટોમ કોહલર કેડમોર 16 બોલમાં માત્ર 10 રન બનાવી શક્યો હતો. પાવરપ્લેના અંત સુધીમાં આરઆરએ એક વિકેટના નુકસાને 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સંજુ સેમસન વચ્ચે 41 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ આઠમી ઓવરમાં જયસ્વાલ 42 રનના સ્કોર પર અબ્દુલ સમદના હાથે કેચ આઉટ થયો હતો. બીજી જ ઓવરમાં સેમસન પણ 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 

Related Posts
અમ્પાયરે પોતાનો નિર્ણય બદલ્યો, બેટ્સમેન બહાર ગયો અને પાછો રમવા આવ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ક્રિકેટની રમતમાં મોટા મોટા વિવાદો જોવા મળ્યા છે. હવે કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2024)માં અમ્પાયર દ્વારા નિર્ણય Read more

ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ

સમય ક્રાંતિ ન્યૂઝ.. બાંગ્લાદેશની ટીમ 2 ટેસ્ટ મેચની શ્રેણી માટે રવિવારે ભારત પહોંચી હતી. આ દિવસોમાં ભારત અને બાંગ્લાદેશની ટીમો Read more

કાળાં ચશ્મા પહેરી શ્રૈયસ ઐય્યર બેટિંગ કરવા આવ્યો, ઝીરો પર આઉટ થતા લોકોએ ટ્રોલ કર્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. દુલીપ ટ્રોફીમાં ભારત-એ અને ભારત-ડી વચ્ચે અનંતપુરના ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મયંક અગ્રવાલની કેપ્ટન્સીમાં Read more

BCCI તરફથી મોટો ખુલાસો! કેએલ રાહુલને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ન હતો

સમય ક્રાંતિ ન્યૂઝ.. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે કેએલ રાહુલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા રાહુલ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી