સમય ક્રાંતિ ન્યૂઝ..
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં શનિવારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં દિલ્હીએ ટોસ જીતીને હૈદરાબાદને બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદે 6 ઓવરમાં 125 રન બનાવ્યા છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદના ખેલાડીઓ પ્રથમ ઓવરથી જ તાબડતોબ શરૂઆત કરી હતી. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પાવરપ્લેમાં 125 રન ફટકાર્યા હતા. આ સાથે આઈપીએલના ઈતિહાસમાં સૌથી હાઈએસ્ટ સ્કોરનો હૈદરાબાદના નામે થયો છે. ટ્રેવિસ હેડે માત્ર 16 બોલમાં જ હાફ સેન્ચુરી ફટકારી હતી. બંને ખેલાડીઓએ દિલ્હીના બોલરોને ધોઈ નાખ્યા હતા.
હૈદરાબાદે કોલકાતા ટીમનો રેકોર્ડ તોડ્યો
હૈદરાબાદ આઈપીએલના ઈતિહાસમાં પાવરપ્લે ઓવરમાં સૌથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે. પેટ કમિન્સની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને પાછળ છોડી દીધી છે. કોલકાતાએ 2017માં બેંગ્લોર વિરુદ્ધ પાવરપ્લેમાં 105 રન બનાવ્યા હતા. જે બાદ ચેન્નાઈની ટીમે 2014માં પંજાબ કિંગ્સ સામે 6 ઓવરમાં 2 વિકેટે 100 રન બનાવ્યા હતા.