ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું, સુપર-8માં ભારતની જીતની હેટ્રિક

સમય ક્રાંતિ ન્યૂઝ..

ભારતે સુપર-8ની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું છે. ભારતની જીતમાં રોહિત શર્મા, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવે સૌથી મોટો ફાળો આપ્યો હતો. રોહિતે 41 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે કુલદીપ યાદવે મધ્ય ઓવરોમાં આવીને 2 મહત્વની વિકેટ લીધી હતી. તેના સિવાય અર્શદીપ સિંહ ફરી એકવાર ઘણી વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તેણે મેચમાં 3 વિકેટ ઝડપી હતી. પહેલા રમતા ભારતે સ્કોરબોર્ડ પર 205 રન બનાવ્યા હતા. પરંતુ જ્યારે ઓસ્ટ્રેલિયા ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતર્યું ત્યારે ટ્રેવિસ હેડ એક છેડેથી મક્કમ રહ્યો, પરંતુ બીજા છેડેથી કોઈ બેટ્સમેન લાંબી ઈનિંગ રમી શક્યા નહીં. હેડે 43 બોલમાં 76 રન બનાવ્યા, પરંતુ તે ઓસ્ટ્રેલિયાને જીત તરફ ખેંચી શક્યો નહીં.

જસપ્રિત બુમરાહે ટ્રેવિસ હેડને આઉટ કરીને પાસુ પલટી નાખ્યું

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ઓસ્ટ્રેલિયાને છેલ્લી 4 ઓવરમાં જીતવા માટે 58 રનની જરૂર હતી. ટ્રેવિસ હેડ હજુ પણ ક્રિઝ પર હતો અને જોરદાર બેટિંગ કરી રહ્યો હતો. દરમિયાન, જસપ્રીત બુમરાહ 17મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો, જેણે ટ્રેવિસ હેડને  રોહિત શર્માના હાથે કેચ કરાવ્યો હતો. હેડની વિકેટ પડી જતાં ભારતીય કેમ્પે રાહતનો શ્વાસ લીધો હશે. બુમરાહની આ ઓવર વધુ ઘાતક સાબિત થઈ કારણ કે તેણે આ ઓવરમાં માત્ર 5 રન આપ્યા હતા.

Related Posts
સરફરાઝ-પંત આઉટ થયા ને ગેમ પલટાઈ, 54 રનમાં 7 વિકેટઃ ન્યુઝીલેન્ડને આપ્યો માત્ર આટલો ટાર્ગેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બેંગ્લુરુમાં રમાઈ રહેલી પહેલી મેચમાં સરફરાઝ ખાનની સદી અને ઋષભ પંતના લડાયક 99 રન Read more

ભારત-ન્યુઝીલેન્ડ બેંગ્લુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો, મેચ રદ્દ થાય તો શું થશે?

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ આજે Read more

T20 ક્રિકેટમાં ભારતે બનાવ્યો એક ઐતિહાસિક રેકોર્ડ, સેમસને રિશાદની ઓવરમાં 5 સિક્સર ફટકારી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે ત્રીજી T20માં બાંગ્લાદેશને 133 રને હરાવી દીધું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શનિવારે પ્રથમ બેટિંગ કરતા Read more

રોહિત શર્મા કયારે રિટાયર થશે?, કોચે આપ્યું મોટું અપડેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ જ ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાંથી Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી