વિજલપોરનાં માતાજી તરીકે ઓળખાતા ઈસમે જાહેરમાં શશ્ત્રો સાથે કેક કાપતા ધરપકડ

સમય ક્રાંતિ ન્યૂઝ..

વિજલપોરના વિરલ નામના એક યુવાને પોતે માતાજી હોવાનું તુત ચલાવી, અને પોતાના થોડા ગઠિયાઓને ચેલા તરીકે સાથે રાખી, પોતાના વિસ્તારમાં દબદબો બનાવી, ભોળા અને અંધશ્રધ્ધાળુઓને ધર્મ-માતાજીના નામે ધૂતીને સરળતાથી પૈસા કમાવાનો કારસો રચ્યો હતો.


પોતાને માતાજી કહેવડાવતા વિરલ નામનો આ યુવાન કપડાં પણ મહિલાઓના જ પહેરતો હતો. હંમેશા સાડી વિગેરે પહેરી પોતાને માતાજી ગણાવી ભોળા લોકોને ધૂતતો હતો. જા કે, મૂળ તો ટપોરી હોવાથી, તેણે પોતાના વિસ્તારમાં ધાક પણ જમાવી હતી. ગમે તેની સાથે બબાલ કરવી તેને માટે સામાન્ય વાત હતી. મહિલાના કપડાં પહેરી માતાજીના નામે લોકોને ધૂતવાનું ઓછું હોય તેમ, આ યુવાને વિજલપોર ખાતે નવસારીના મઢ વાળી મોમાઇ માતાનો મઢ નામે મઢ પણ બનાવ્યો હતો. આમ તેનો આ ધંધો બેરોકટોક ચાલી રહયો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

હાલમાં જ એકાદ-બે દિવસ પહેલા તેનો જન્મદિવસ હોવાથી, તેણે મહિલાના કપડાં પહેરી, શ્રૃંગાર કરી, જાહેરમાં રસ્તા પર જ પોતાની બર્થ-ડે કેક તલવારથી કાપી, પોતાની પાસે રહેલ એરગન પણ હવામાં ચલાવી હતી. જાહેરમાં તલવાર જેવા ઘાતક હથિયારથી કેક કાપી ઉજવણી કરવા પર ­તિબંધ હોવા છતાં છકી ગયેલા આ યુવાને કાયદાની ઐસી તૈસી કરી, તલવારથી કેક કાપી હતી. અને તેની રીલ બનાવી વાયરલ કરી હતી.

જેમાં સાથે એક મરાઠી ગીત પણ મુકાયું હતું. જેનો ગુજરાતી અર્થ લગભગ એવો થતો હતો કે, ‘બધે અમારી જ હવા ચાલે છે’. જા કે, આ રીલ વાયરલ થયા બાદ, પોલીસે સક્રિય બની તેની સામે કાર્યવાહી શરૂ કરતાં જ તેની હવા નીકળી ગઇ હતી. જે તલવારથી કેક કાપવામાં આવી હતી, તે તલવારને પોલીસે કબજે લઇ લીધી છે. તો સાથે જ આ રીલમાં માતાજી બનેલ યુવાન સાથે દેખાતા તેના સાગરીત યુવાનની ધરપકડ કરી લીધી હતી. જા કે, પોલીસનું દબાણ વધતાં, પોતાની હવા ચાલતી હોવાનું ગીત વગાડતા માતાજી પણ હવામાં અોગળી ગયા હતા. જા કે, બાદમાં પોલીસે તેને પણ ઝડપી લઇ વરૂણી ભેગો કરી દેતાં, હાલ તો પોતાને માતાજી કહેવડાવનાર આ યુવાન વિરલ લોકઅપની હવા ખાઇ રહયો છે.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી