સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે સુરત બાઇક વેચવા જતા હતા ત્યારે ઝડપી લઈ આંતરરાજ્ય બાઇક ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે.જેમાં મહારાષ્ટ્રના બે આરોપી સંજય રાઉત અને દિનેશ ભોયેને
ઝડપી લઈ એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ 7 બાઇક કબજે કરી છે.જે ગુનામાં અન્ય બે આરોપી ક્રિષ્ના ગાંગુડે અને અજય ચૌધરીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.જે માહિતી 4 કલાકે મળી હતી.