સમય ક્રાંતિ ન્યૂઝ..
રાજય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજય સહિત નવસારી જિલ્લામાં તા.૨૩થી૨૫ જૂન-૨૦૨૪ દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ યોજાનાર છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં ફ્ત્ઝ઼ – નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
જિલ્લામાં યોજાનારી આ ત્રિ-દિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન નર્મદા જિલ્લાનાં ૦ થી ૫(પાંચ) વર્ષની વય મર્યાદાના અંદાજિત કુલ ૧૦૨૩૨૭ જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જિલ્લાનાં આરોગ્ય કર્મીઓ દ્વારા આ બાળકોને પોલીયોનાં બે ટીપા પિવડાવવામાં આવશે. બેઠક દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગત વર્ષોની કામગીરી અને આગામી આયોજન અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ જિલ્લામાં આ અભિયાનનો પ્રચાર પ્રસાર લોકો સુધી પોહચે તે માટે યોગ્ય આયોજન કરવાનું ખાસ સૂચન કર્યું હતું. ઉપરાંત પોલિયોની કામગીરીનું મોનિટરિંગ થતું રહે જેથી કામની ગુણવત્તા જળવાઈ રહે તે અંગે પણ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
નવસારી જિલ્લામાં પોલિયો ઝુંબેશમાં કુલ ૫૦૫ બુથ પર પોલિયોનાં ટીંપા પિવડાવવામાં આવશે. આ સાથે હાઉસ ટુ હાઉસ ૧૨૨૯ ટીમ, ૨૩ ટ્રાંઝીસ્ટ ટીમ, ૧૬ મોબાઈલ ટીમ દ્વારા પોલિયોનાં બે ટીંપા પીવડાવવામાં માટેનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.