વ્યારા તાલુકાના દડકવાણ ખાતે આવેલ નદીમાં ડુબતા લોકોને સફળતાપૂર્વક બચાવાયા

સમય ક્રાંતિ ન્યૂઝ..

ઘટનાના અંતે પ્રિ-મોન્સુન કામગીરી સંદર્ભે મોકડ્રિલ યોજાયેલી હોવાનું જાહેર

ચોમાસુ- ૨૦૨૪ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારે વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિ ઉભી થવાની સ્થિતિમાં જાનમાલની નુકશાનીમાં ઘટાડો થાય તેમજ આવા સમયે લોકો સાવચેત રહે તે માટે તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારોમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીની ચકાસણી કરવા માટે વિવિધ મોકડ્રિલનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે મામલતદાર કચેરી વ્યારા, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના સયુંક્ત ઉપક્રમે તાપી જીલ્લાના વ્યારા તાલુકાના દડકવાણ ખાતે આવેલ નદીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

વ્યારા તાલુકાના દડકવાણ ખાતે આવેલી નદીના પાણીમાં કેટલાક વ્યક્તિઓ ડુબતા હોવાની જાણ થતા વ્યારા ફાયર વિભાગની ટીમ,આરોગ્ય વિભાગની ટીમ,વ્યારા મામલતદાર કચેરીના અધિકારી-કર્મચારીઓ પોલિસ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ડુબતા વ્યક્તિઓને ફાયર વિભાગની ટીમ દ્વારા સલામત રીતે બાહર કાડી લેવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પ્રાથમિક સારવાર બાદ તેઓ સ્વસ્થ હોવાની અને આ ઘટના મોકડ્રિલ હોવાનું જણાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મોકડ્રિલમાં તાલુકા પંચાયત વ્યારા, પોલીસ સ્ટેશન વ્યારા, આરોગ્ય વિભાગ, ૧૦૮ ટીમ, ફાયર ફાઈટર ટીમ, સંબંધિત ગામના તલાટીશ્રી તથા સરપંચશ્રી, સ્થાનિક તરવૈયા, ગામલોકો વિગેરે દ્વારા ભાગ લેવામાં આવેલ હતો.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી