સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસ વિનોદ ભાઈ ને મળેલી બાતમીના આધારે ટીચક પૂરા બાય પાસ નજીક થી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી વિજય ભાઈ પરમાર ને ઝડપી લીધો છે જે આરોપી વ્યારા પોલીસ મથકે વોન્ટેડ હતો જેને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત 3 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..
ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, નોકરી એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે ફરજ પર હાજર હતા. તે દરમ્યાન સાથેના પો.કો. વિનોદભાઈ ગોકળભાઇ તથા પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહને મળેલ સંયુક્ત બાતમી આધારે વ્યારાના ટીચકપુરા બાયપાસ હાઇવે ઉપરથી વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામા સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- વિજયભાઇ હરીભાઇ પરમાર ઉ.વ.૪૦ રહે.ગામ-રહીયાદ, ગરાસીયા ફળીયુ તા.વાગરા જી.ભરૂચને તા.૧૫/૦૫/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.