સુરતના VR મોલને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી બચાવવા હોય તેટલાને બચાવી લો..

સમય ક્રાંતિ ન્યૂઝ..

પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત સાથે કાયદા વ્યવસ્થાની સ્થિતિ ચોક્કસ કરવા પ્રયત્ન કરાઈ રહ્યાં છે. ત્યારે સુરતના ડુમસ રોડ પર આવેલા વી.આર. મોલને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અજાણ્યા આઈડી પરથી મેઈલ કરવામાં આવ્યો છે. જેમાં લખાયું છે કે, જેટલાને બચાવવા હોય તેટલાનો બચાવી લો…આ મેઈલથી ગભરાહટનો માહોલ છવાઈ ગયો છે. સાથે જ મોલને ખાલી કરી દેવામાં આવ્યો છે.ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમે સર્ચ કામગીરી શરૂ કરી છે. મોલ મેનેજમેન્ટે કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના આપી હતી.જેથી મોલ ખાલી કરી દેવાયો છે.

પોલીસ કાફલો ગોઠવી દેવાયો

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ડુમસ રોડ પર આવેલા વી.આર. મોલને ધમકી ભર્યો મેઈલ કરવામાં આવ્યો છે. આ વાતથી ભારે ગભરાહટ સાથે મોલને ખાલી કરી દેવામાં આવ્યો છે. સાથે જ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસની વિવિધ ટીમ સાથે સમગ્ર મોલની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ મોલની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મેઈલમાં શું લખાયું હતું

અજાણ્યા ઈમેઈલ એડ્રેસ પરથી આવેલા મેઈલમાં ડુમસ મોલને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સાથે જ એવું પણ લખવામાં આવ્યું છે કે, જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો..બ્લાસ્ટ કરવામાં આવશે. આ અંગેની જાણ થતાં ઉમરા પોલીસ સ્ટેશન સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં છે.

Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી