સમય ક્રાંતિ ન્યૂઝ..
ટી.વી સિરિયલના નાના પડદાથી મોટા પડદા સુધીની સફરમાં પોતાના જબરદસ્ત અભિનયથી લોકોનું દિલ જીતનાર અભિનેત્રી હિના ખાન સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. જ્યારે તેણે તેની ઈન્સ્ટા સ્ટોરી દ્વારા આ વાતનો ખુલાસો કર્યો તો તેના ફેન્સને ભારે આઘાત લાગ્યો હતો. હવે હિનાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેને જોયા બાદ ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે અને તેના માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે.
હિનાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક એવોર્ડ ફંક્શનમાં જોવા મળી રહી છે. આ દરમિયાન, એવોર્ડ ફંક્શન બાદ હિના તેના પ્રથમ કિમોથેરાપી સેશન માટે હોસ્પિટલ પહોંચી હતી. આ વીડિયો દ્વારા તે કહેવાનો પ્રયાસ કરી રહી છે કે, ગમે તેટલું મુશ્કેલ હોય, ક્યારેય પીછેહઠ કરવી નહીં અને ક્યારેય હાર માનવી નહીં.