સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના નાગરિકોને આગામી ૭મી મે ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને અનુલક્ષીને અવશ્ય મતદાન કરાવડાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર અનેકવિધ સ્વીપ કાર્યક્રમો કરી રહ્યું છે.
લોકો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના પર્વને સફળ બનાવે તે માટે વ્યારા નગરપાલિકા પણ વેપારી વર્ગો તથા શાકમાર્કેટમાં દુકાનદારોને મતદાન કરવા અને અન્ય લોકોને પણ મતદાન કરાવડાવવા અનુરોધ કર્યો હતો. દુકાનદારોએ પણ મતદાન કરવાનો જાગૃતિ સંદેશ અન્ય સુધી પહોંચાડવા શપથ લીધા હતા.