નવસારીમાં સાંસદ સી આર પાટીલનું શક્તિ પ્રદર્શન

સમય ક્રાંતિ ન્યૂઝ..

નવસારી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સી આર પાટીલ દ્વારા આજે વાજતે ગાજતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત હજારોની સંખ્યામાં કાર્યકરો અને શુભેચ્છકો સાથે યોજાયેલી વિશાળ રેલીને પગલે ઠેર – ઠેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


કાળઝાળ ગરમી વચ્ચે પણ રેલીમાં જોડાયેલા કાર્યકરો અને શુભેચ્છકોનો ઉત્સાહ સાતમા આસમાને નજરે પડ્‌યો હતો. વહેલી સવારે સાંસદ સી આર પાટીલ પોતાના નિવાસ સ્થાને પરિવારજનો સાથે પુજા – અર્ચના કર્યા બાદ નવસારી મધ્યસ્થ કાર્યાલય ખાતે જવા માટે રવાના થયા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

લોકસભાની ચુંટણીના પડઘમ વચ્ચે આગામી ૭મી મેના રોજ રાજ્યની તમામ લોકસભા બેઠકો પર મતદાન યોજાનાર છે ત્યારે આજે નવસારીમાં ભાજપના ઉમેદવાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા વિશાળ જનમેદની શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત ત્રણ ટર્મથી નવસારીના સાંસદ તરીકે ઐતિહાસિક લીડ સાથે ચુંટાઈ આવતાં લોકપ્રિય સાંસદ સી આર પાટીલ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ચોર્યાસી ધારાસભ્ય સંદિપ દેસાઈ, ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ, લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ અને નવસારીનાં ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરતથી નવસારીમાં ભાજપ કાર્યાલય પહોંચ્યા બાદ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં કાર્યકરો – શુભેચ્છકોની સાથે મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. એક તરફ કાળઝાળ ગરમી હોવા છતાં પણ રેલીમાં ઉમેટેલ જનમેદનીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવસારી અને સુરતથી મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકરો દ્વારા રેલી પૂર્વે જ તડામાર તૈયારીઓ આદરી હતી.

ખાસ કરીને ફુલોથી શણગારવામાં આવેલી ગાડીઓ સહિત મહિલાઓ અને કાર્યકરોએ સાફા પહેરી ગરબે ઝુમતા નજરે પડ્‌યા હતા. ભારે ઉત્સાહ અને ગગનભેદી નારા સાથે નીકળેલી રેલીમાં ખુલ્લી જીપમાં સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો સવાર નજરે પડ્‌યા હતા. જેઓએ રેલી દરમિયાન જાહેર જનતાનું અભિવાદન ઝીલવાની સાથે નિશ્ચિત વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બપોર બાદ સમ્પન્ન થયેલી રેલી બાદ હવે આવતીકાલે સાંસદ સી આર પાટીલ દ્વારા નવસારીમાં ચુંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક ભરવામાં આવશે.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી