લગ્ન પ્રસંગમાં સુરત આવેલા વડોદરાના ફૂલી પર તલવારથી જીવલેણ હુમલો

સમય ક્રાંતિ ન્યૂઝ..

ઉત્રાણના ભરથાણા ગામ રામદર્શન સોસાયટીમાં લગન્ પ્રસંગમાં હાજરી આપવા માટે વડોદરાથી આવેલા કુર્લી ઉપર ગરાસિયા પિતા-પુત્રએ તલવારના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોચાડી હતી. જેથી ભોગ બનનાર યુવકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ક્રિષ્ણાનગર સોસાયટી બાજવા રેલવે એ-કેબીનની પાછળ બાજવા વડોદરા ખાતે રહેતા અને કુલી તરીકે કામ કરતા મૂળ એમ,પીના ધાર જીલ્લાના સરદારપુરના પટલાવદીયા ગામના વતની ૪૨ વર્ષીય મદન બગાજી ખીંચી ગઈકાલે રાત્રે આઠ વાગ્યે સુરતમાં ઉત્રાણના ભરથાણા ગામ રામદર્શન સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા.મદનભાઈ ખીંચી તેમના સાળાના ઘરની બહાર ગેટ પાસે ઉભા હતા તે વખતે  ભરથાણા ગામમાં રહેતા સુરેશ દગજી ગરાસિયા અને તેના દીકરા ભરત ગરાસિયા, પ્રવિણ ગરાસિયાઅને મદન ગરાસિયા દ્વારા તેમની પાસે આવી કોઈ પણ વાંક વગર તેનો કોલર પકડી ડાબા પગના ઘુંટણના ભાગે તલવારના ઘા તેમજ લાકડાના ફટકાથી ઢોર મારમાર્યો હતો. ઉત્રાણ પોલીસે મદનભાઈ ખીંચીની ફરિયાદ લઈ ગરાસિયા પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી