કાપોદ્રામાં પરિણીતા પર બળાત્કાર ગુજારી નરાધમે 1.70 લાખ પડાવ્યા

સમય ક્રાંતિ ન્યૂઝ..

શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરણીતા તેના દીકરાને સ્કૂલે લેવા મૂકવા માટે જતી હતી તે દરમિયાન એક અજાણ્યા યુવકના સંપર્કમાં આવી હતી. જોકે ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ યુવકે પરણીતાને અવારનવાર ઓયો હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી બીભસ્ત ફોટાઓ પાડ્યા હતા. જોકે બાદમાં યુવકે આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી મહિલા પાસેથી સોનાના દાગીના અને રોકડા રૂપિયા 70,000 મળી કુલ રૂપિયા 1.70 લાખ પડાવી લઈ ફરાર થઈ ગયો હતો. જેથી ભોગ બનનાર પરણીતાએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં બળાત્કાર અને પૈસા પડાવ્યા તથા એટ્રોસિટી ની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરણીતા દરરોજ પોતાના દીકરાને મૂકવા માટે સ્કૂલ પર જતી હતી. આ દરમિયાન રવિ વસોયા નામનો એક યુવક સ્કૂલની આજુબાજુમાં આંટા મારતો હોવાથી તેના સંપર્કમાં આવ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થયા બાદ મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. ત્યારબાદ બંને એકબીજા સાથે વાતચીત કરતા પ્રેમ સંબંધ બંધાયો હતો અને યુવકે તેને બાપાસીતારામ ચોક પાસે આવેલ ઓયો હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી બીબસ્ત ફોટાઓ પાડી લીધા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ત્યારબાદ આ બિભસ્ત ફોટાઓને આધારે પરણીતાને બ્લેકમેઈલ કરી એક વર્ષ સુધી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી તેની પાસેથી સોનાની બુટ્ટી, સોનાની કડી મળી એક લાખના દાગીના પચાવી પાડ્યા હતા. આ ઉપરાંત ટુકડે ટુકડે તેમની પાસેથી રોકડા રૂપિયા 70,000 પણ બળજબરીથી કઢાવી લઈ યુવક ફરાર થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર પરણીતા એ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર, એટ્રોસિટી અને દાગીના તથા રોકડા રૂપિયા પચાવી પાડવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી