સગી માસીના દીકરાએ જ લગ્નની લાલચ આપી બહેન પર બળાત્કાર ગુજાર્યો

સમય ક્રાંતિ ન્યૂઝ..

શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી યુવતીએ ગતરોજ તેના કઝીનભાઈ સામે બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે તેના કઝીનભાઈએ તેને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે સુરતમાં બે વર્ષ અલગ રૂમમાં રોકાણ કરી અવારનવાર શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જો કે ત્યારબાદ ભાઈએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને અંગતપળોના ઉતારેલા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા 4,000 પડાવી લીધા હતા તથા પરિવાર વિશે એલફેલ ગાળો બોલી આપશબ્દો વાળા મેસેજ કરી હેરાન પરેશાન કરતા આખરે યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી યુવતી તેના ઉત્તર પ્રદેશ અયોધ્યામાં વસવાટ કરતા સગા માસીના દીકરા સાથે મિત્રતા થઈ હતી. યુવતી પાંડેસરા વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં વસવાટ કરતી હતી. આ દરમિયાન તેના સગા માસીના દીકરાએ પણ તેને લગ્ન કરવાની લાલચ આપી તેને પોતાની પ્રેમ જાળમાં ફસાવી તેના જ ઘરમાં તેની સાથે વસવાટ કરતો હતો. ગત તારીખ 26/6/2022 થી ઓગસ્ટ 2023 સુધી અવારનવાર તેના સગા માસીના દીકરાએ લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધી સમય વિતાવ્યો હતો. આ દરમિયાન અવારનવાર તેણે પોતાના અંગત પણોના વિડીયો પણ ઉતારી લીધા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જોકે બાદમાં યુવકે કઝીનભાઈએ લગ્ન કરવાની ના પાડી દઈ તેણીને તરછોડી વતન ભાગી ગયો હતો. ત્યારબાદ પોતાના તથા બીજા અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અંગતપળોના વિડીયો તેણીને મોકલી આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મેસેજ કરી પૈસાની માંગણી કરી હતી. મહિલાએ રૂપિયા 4,000 ચૂકવી દીધા બાદ પણ તેની પાસે વધુ પૈસાની માંગણી કરી તેના પરિવારના સભ્યો વિષે એલફેલ ગાળો બોલી હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી