ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઇટ લીંક https://sportsauthority.gujarat.gov.in અરજી કરવાની રહશે
સમય ક્રાંતિ ન્યૂઝ .
રાજ્ય સરકારથીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ યોજના અમલમાં છે. સને વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે વિવિધ યોજનાનો લાભ લેવા માંગતા ખેલાડીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે. જેના માટે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઇટ લીંક https://sportsauthority.gujarat.gov.in અરજી કરવાની રહશે
રાજ્ય સરકારથીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ યોજના અમલમા છે જેવી કે સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ની સ્પર્ધાઓ અને રાજ્યના એસોસીએશન દ્વારા આંતર રાષ્ટ્રીયકક્ષા રાષ્ટ્રીયકક્ષા અને રાજ્યકક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીબોને એકલવ્ય એવોર્ડ સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપ સિહજી બારીયા એવોર્ડ આપવાની યોજના અમલમાં છે.
ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ છેલ્લા ત્રણ વર્ષમા રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય તેઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસીહજી એવોર્ડ માટે અરજી કરીયેથી પાત્રતા ધરાવતા ખેલાડીને આ એવોર્ડ થી સન્માનીત કરવામાં આવે છે
રાજ્યના સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ની સ્પર્ધાઓ અને એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને શિષ્યવૃતિ અને રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓને માટે વૃતિકા આપવાની યોજના અમલમા છે. ગુજરાત રાજ્યની જે ખેલાડીઓ ગત વર્ષ ૨૦૨૩-૨૪ ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય તેઓને શિષ્યવૃતી માટે રૂ.૨૫૦૦/- અને ગત વર્ષ ૨૦૨૩-૨૪ ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ ભાગ લીધેલ હોય તેઓને વૃતિકા ના રૂ.૨૦૦0/-આપવાની યોજના અમલમાં છે
નિવૃત રમતવીરો ને પેન્શન આપવાની યોજના માટે પોતાની કારકિર્દી દરમ્યાન રમતગમત ક્ષેત્રે રાષ્ટ્ર કક્ષાએ મેડલ મેળવેલ હોય તેવા રમતવીરને માસિક રૂ. ૩૦૦૦/- પેનાન આપવાની યોજના અમલમાં છે.
રાજ્યના રમતગમત મંડળોને માન્યતા અને અનુદાન ની યોજના અંતર્ગત ચાલતા તેમજ નવા શરૂ કરવા અંગે યોજના અમલમાં છે
રાજયમાં વ્યાયામ ની પ્રવૃતિઓ ચલાવતી તથા બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમાનુસાર ચાલતી વ્યાયામ શાળાઓને માન્યતા અને રૂ ૧.૦૦ લાખ અનુદાન આપવાની યોજના અંતર્ગત અરજી ફોર્મ મંગાવવામાં આવે છે
અંબુભાઈ પુરાણી એવોર્ડ માટે રાજયમાં વ્યાયામની પ્રવૃતિઓ ચલાવતી તથા બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમાનુસાર ચાલતી અને અત્રેની કચેરી દ્વારા વ્યાયામ શાળાઓને માન્યતા હોય તેમાં જે વિશિષ્ટ કામગીરી કરેલ હોય તેવા વ્યકિત માટે સન્માન રૂપે રૂ.૫૧,૦૦૦/- ની રોકડ પુરસ્કાર અંગેની યોજના અમલમાં છે
-આંતર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતા ગુજરાતના ખેલાડીઓને રૂ.૭૫,૦૦૦/- ની મર્યાદામાં આર્થિક સહાય આપવા અંગેની યોજના યોજના અમલમાં છે જેનો લાભ મેળવવા માંગતા ખેલાડીને આર્થિક સહાય ચુકવવામાં આવે છે.
આમ આ યોજના માંથી લાભ લેવા માંગતા ખેલાડીઓ પાસેથી સને વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે અરજી મંગાવવામાં આવે છે જે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઇટ લીંક https://sportsauthority.gujarat.gov.in અરજી કરવાની રહશે.એમ જિલ્લા રમત વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.