સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરતના બારડોલી તાલુકાના મઢી ગામે હાઈસ્કૂલ નજીક ગેરેજ પાસે બાઇક લઈને આવેલો એક યુવક અચાનક ઢળી પડ્યો હતા. યુવકને એટેક આવતા ઢળી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. યુવક જાતે જ ગેરેજમાં બાઇક રીપેર કરવા લઇને આવ્યો હતો. યુવક બાલદા ગામનો કમલેશ ચૌધરી હોવાનું બહાર આવ્યું છે. તે જી આર ડી તરીકે ફરજ બજાવતો હોવાનું પણ સામે આવ્યું છે.
ગઈકાલે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકનું હાર્ટ એટેક આવતાં મોત થયું હતું. બે દિવસ પહેલા જ ઘરે આવ્યા હતા. મોરબીના ખાનપર ગામે રહેતા રાહુલકુમાર જીવણભાઈ ડાવેરા (ઉ.વ.29)ને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે તપાસી હાર્ટએટેકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. રાહુલકુમાર સરકારી શિક્ષક હતા અને દ્વારકા જિલ્લાના સલાયા ગામે ફરજ બજાવતા હતા. 2 દિવસ પહેલા જ તેઓ તેમના ઘરે ખાનપર ગામે આવ્યા હતા.
અસહ્ય ગરમીમાં હૃદય રોગના હુમલાના કિસ્સામાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં શંકાસ્પદ હૃદય રોગના હુમલાને કારણે વડોદરા શહેરમાં નવ વ્યક્તિઓ જ્યારે મોગર ગામના એક વ્યક્તિ મળી 10 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. વાઘોડિયા રોડ ઉપર અંબે વિદ્યાલય પાસે વૈકુંઠ સોસાયટીમાં રહેતા 54 વર્ષીય નરેન્દ્ર ભાઈ મીરાબાઈ રાઠવા ઘરે બેભાન થયા હતા. ત્યાર બાદ હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત ઘોષિત કર્યા હતા.