સમય ક્રાંતિ ન્યૂઝ..
ગુજરાતમાં સ્વચ્છતાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત ૮ સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓના માધ્યમ થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં ગ્રામ્ય અને તાલુકા વિસ્તારમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ દ્વારા સ્થાનિક લોકોને વિવિધ બાબતો અંગે સ્વચ્છતા જાળવવા જાગૃતતા ફેલાવી રહ્યા છે. આ અભિયાન અન્વયે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભુંજા ગામમાં સખી મંડળની બહેનોને સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અને તેની જગ્યાએ કાપડ કે કાગળનો ઉપયોગ કરવા અંગે બેઠક યોજી જાગૃત કરવામાં આવ્યા હતા.