જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ લાવવા આઇ.સી.ડી.એસ વિભાગ તાપીનું અમૂલ્ય યોગદાન
સમય ક્રાંતિ ન્યૂઝ..
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ત્યારે તાપી જિલ્લા આઇ.સી.ડી.એસ વિભાગ પણ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે અંગે જાગૃતિ લાવવા અમૂલ્ય યોગદાન આપી રહ્યુ છે. આજરોજ તાપી જિલ્લાની ૧૦૫૫ જેટલી આંગણવાડી કેન્દ્રોમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૫૮૨૮- કિશોરીઓ, ૩૨૮૮-સગર્ભા અને ૩૮૨૧-ધાત્રીઓ દ્વારા મહેંદી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ “VOTE FOR BETTER INDIA” સુત્રોને સાર્થક કરવા અંગેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
બહેનોએ મતદાન જાગૃત્તિ માટેના વિવિધ સંદેશા દર્શાવતી મહેંદી પોતાના હાથોમાં રચી તાપી જિલ્લાના તમામ નાગરિકો તેમાય ખાસ મહિલા મતદારોને આગામી ‘૭ મે ના રોજ અચૂક મતદાન’કરવા અંગેનો સંદેશો પાઠવ્યો હતો.