દક્ષિણ ગુજરાત યુનિવર્સટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન સાથે ન્યાયની માંગ

સમય ક્રાંતિ ન્યૂઝ..

હિમાચલ પ્રદેશમાં વિશ્વવિદ્યાલયની કેરળ એકાયમાં આવેલ વાયુનાળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનનો કોર્સ કરનાર વિદ્યાર્થીની રેગિંગ કરી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન સાથે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અસામાજિક તત્વો સામે કાર્યવાહી સાથે કડક સજાની માંગ કરી વિદ્યાર્થીને ન્યાય અપાવવા માટે માંગ કરી છે. આ સાથે જ સુરતમાં પણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


બનાવની વિગત એવી છે કે હિમાચલ પ્રદેશમાં વિશ્વવિદ્યાલયની કેરળ એકાયમાં આવેલ વાયુનાળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનનો કોર્સ કરનાર જે.એસ.સિદ્ધાર્થન નામના વિદ્યાર્થીની સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કેટલાક અસામાજિક તત્વો દ્વારા નિર્દયતા પૂર્વક રેગિંગ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ આ રેગિંગ બાદ વિદ્યાર્થીની ઘાતકી હત્યા પણ કરવામાં આવી હતી. જેને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થીની હત્યાને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સુરત શહેરમાં આવેલ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અસામાજિક તત્વો સામે કડકમાં કડક સજાની માંગ કરી હતી. તેઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આ સમગ્ર કેસમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવતી નથી. એટલું જ નહીં પરંતુ આ ગંભીર બનાવવામાં ગુનેગારોને બચાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પશુ ચિકિત્સા  સમુદાય માટે માત્ર આ કોઈ આંચકો નથી પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને સલામતી અંગે પણ ગંભીર ચિંતાઓ ઊભી કરતી ઘટના હોવાનું પણ તેઓએ જણાવ્યું છે. હાલ તો એબીવીપી દ્વારા સિદ્ધાર્થન અને તેના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
રાજ્યમાં આવતી કુદરતી આપદાના સમયે આપત્તિ વ્યવસ્થાપન અને સુચારુ સંકલનનું કેન્દ્ર એટલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)

સમય ક્રાંતિ ન્યૂઝ.. SEOCના આગવા મોડલના પરિણામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્યમાં આવતી કોઈપણ આપદા સામે મક્કમતાથી લડવા Read more

તાપી જિલ્લાના સોનગઢના મેઢા ગામની વિદ્યાર્થિની પ્રિયંકા ગામીત પીએચ. ડી. થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ મેઢા ગામની વિદ્યાર્થિની કુ.પ્રિયંકા રમણભાઇ ગામીતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય (ભારતની સંસદના Read more

વાલોડ તાલુકાના ધામોદલા ખાતે ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામે ક્લસ્ટર બેઝ તાલિમ યોજાઇ હતી. જેમાં ૨૫ જેટલી બહેનોએ ભાગ લિધો Read more

સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ કરાઇ ઉજવણી

મત્સ્યપાલન ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મત્સ્ય ખેડૂતોને સન્માનિત કરાયા સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ સેન્ટર ઓફ એકસલન્સ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી