સમય ક્રાંતિ ન્યૂઝ..
મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો વધારો કર્યો છે. મોંઘવારી વચ્ચે અમૂલના દૂધના ભાવ ફરી એક વખત વધારો થયો છે. અમૂલ ગોલ્ડ દૂધમાં લીટરે 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ લીટરે 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધમાં ભાવમાં થયેલો આ ભાવ વધારો આવતીકાલ એટલે કે સોમવારથી લાગૂ થશે.
સામાન્ય લોકોએ સોમવારથી દૂધ ખરીદતા સમયે પ્રતિ લીટર 2 રૂપિયા વધારે ચૂકવવા પડશે. લોકોએ અમૂલ ગોલ્ડના 64ને બદલે 66 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 500 મિલીની અમૂલ ગોલ્ડ માટે 33 રૂપિયા ચૂકવવા પડશે.
ચૂંટણી પૂરી થતાની સાથે જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ આવતીકાલથી જ લાગુ કરવામાં આવશે. એટલે કે ચૂંટણી પહેલા 64 રૂપિયે પ્રતિ લિટર મળતા દૂધના તમારે હવે 66 રૂપિયા ચુકવવા પડશે. અમૂલ તાજા 500 મિલીના 26થી વધીને 27 રૂપિયા કરવામાં આવ્યા છે. અમૂલ શકિત 500 મિલીના 29થી વધારી 30 રૂપિયા કરવામાં આવ્યા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ બ્રાન્ડમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.