સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેરના જુના બસ સ્ટેશન ખાતે ભાજપ દ્વારા 5 કલાકની આસપાસ કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો હતો.
જેમાં કોંગ્રેસ નેતા સામ પિત્રોડા દ્વારા કરવામાં આવેલ નિવેદનનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.જેમાં ભાજપના આગેવાનો અને વ્યારા શહેરના કાર્યકરો જોડાયા હતા.કોંગ્રેસના વરિષ્ઠ નેતા સેમ પિત્રોડા એ પૂર્વ ભારતીયોને ચીની , દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્વિમ ભારતીયોને આરબ જેવા બતાવ્યા છે. આ રંગભેદ , શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટીપ્પણી છે.આ વિષયના સંદર્ભમાં તાપી જીલ્લાના વ્યારા નગર ખાતે તાપી જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રાકેશભાઈ શાહ (કાચવાલા) ની આગેવાની માં આજ રોજ સેમ પિત્રોડાનું પૂતળાદહન અને કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ કરવામાં આવ્યો.જેમાં વ્યારા ભાજપ નગર સંગઠનના હોદ્દેદારો,ચૂંટાયેલા તમામ લોકપ્રતિનીધીઓ અને કાર્યકર્તા ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો.