સમય ક્રાંતિ ન્યૂઝ..
વલ્ડ કપ ૨૦ માં ગજબ થઈ રહ્યું છે અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની અણનમ અડધી સદી બાદ રિશાદ હુસૈનની શાનદાર બોલિંગની મદદથી બાંગ્લાદેશે t૨૦ વલ્ડકપ ની ગ્રુપ Dની મેચમાં નેધરલેન્ડને 25 રનથી હરાવ્યું હતું. ત્રણ મેચમાં બાંગ્લાદેશની આ બીજી જીત છે અને તેણે સુપર આઠમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. બીજી તરફ શ્રીલંકા માટેનો પ્રવાસ હવે સમાપ્ત થઈ ગયો છે અને તેના માટે આગળ વધવું શક્ય નથી.
બાંગ્લાદેશે શાકિબના 46 બોલમાં નવ ચોગ્ગાની મદદથી અણનમ 64 રનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 159 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 134 રન જ બનાવી શકી હતી. નેધરલેન્ડ માટે સાયબ્રાન્ડ એન્ગલબ્રટે 22 બોલમાં સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે લેગ સ્પિનર રિશાદ હુસૈને શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ ઝડપી અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.