સમય ક્રાંતિ ન્યૂઝ..
બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકીને પોલીસે કસ્ટડીમાં લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે મંગળવારે રાત્રે મુંબઈમાં એક હુક્કા પાર્લરમાં દરોડા દરમિયાન આ કાર્યવાહી કરી હતી. ફારૂકીની સાથે અન્ય 6 લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. હાલ તપાસ ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે તમાકુ ઉત્પાદનોના ઉપયોગની માહિતી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે 14 લોકોની ધરપકડ કરી હતી જેમાં મુનાવર ફારૂકીનો પણ સમાવેશ થાય છે. જોકે તે જામીનપાત્ર ગુનો હતો, પોલીસે મુનવર ફારૂકીને પૂછપરછ બાદ નોટિસ આપીને છોડી મૂક્યો હતો. મુંબઈ પોલીસ હાલ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.