સમય ક્રાંતિ ન્યૂઝ..
લોકસભા ચૂંટણીની ચૂંટણી દેશ ભરમાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે સૌથી મોટા સમાચાર કહી શકાય એવા સુરત થી મળી રહ્યા છે સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા હતા.સુરત બેઠક પરથી બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આ સાથે ગુજરાતમાં ઇતિહાસ રચાયો હતો. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા.
પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યાની કલેક્ટરે પુષ્ટી કરી હતી. ભારે હાઈ વોલ્ટેજ રાજકીય ગતિવિધિ સાથે સુરત લોકસભા બેઠક પ્રથમ વખત બિનહરીફ જાહેર થઇ હતી. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા હતા. સુરત લોકસભા બેઠક પર માત્ર મુકેશ દલાલ જ ઉમેદવાર છે. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા જે એક ઇતિહાસ બની ગયો છે..!