વેસુમાં દારૂના ધંધાની હરીફાઈમાં બુટલેગરની જાહેરમાં ઘાતકી હત્યા

સમય ક્રાંતિ ન્યૂઝ..

એક તરફ સુરત શહેર પોલીસ કમિશનર વિનાનું છે ત્યારે બીજી તરફ સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળવા લાગી હોય તેમ ગુનેગારો અને બુટલેગરો બેફામ બન્યા છે. શહેરમાં ઉપરા છાપરી હત્યા સહિતના ગંભીર ગુનાઓનો ગ્રાફ ઉપર ચડી રહ્યો છે. હજુ તો વરાછા, લિંબાયત, ખટોદરા, મહિધરપુરા અને ચોકબજારમાં થયેલી હત્યાના બનાવની સાહી સુકાઈ નથી. તે પહેલા આજે વહેલી સવારે સાતેક વાગ્યાના આરસામાં દારૂના ધંધાની હરીફાઈમાં આભવા ગામના લીસ્ટેટ બુટલેગર નાનુ ઉર્ફે નાનીયાને વેસુ આગમ ચોકડી પાસે આવેલા શોપીંગ સેન્ટરની બહાર તેની બેઠક ઉપર હરીફ બુટલેગર સહિત ત્રણ ઈસમોએ જાહેરમાં ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.ઘટના જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. પોલીસે બનાવ અંગે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાઓને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

બનાવ અંગે અલથાણ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આભવા ગામ ખાતે રહેતા અને દેશી દારૂનો ધંધો અને ભરણ કરતો લીસ્ટેટ બુટલેગર નાનુ ઉર્ફે નાનીયો ડાહ્ના પટેલ આજે સવારે સાત વાગ્યે રોજના નિત્યક્રમ મુજબ તેની વેસુ આગમ ચોક઼ડી પાસે આવેલ શોપીગ સેન્ટર પાસે મિત્રો સાથે બેઠો હતો તે વખતે બાઈક ઉપર આવેલ લીસ્ટેટ બુટલેગર પ્રદિપ ઉર્ફે સેંડી શુકલા તેના બે સાગરીતો સાથે આવ્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

નાનીયો કઈ વિચારે તે પહેલા પ્રદિપ સેટીએ તેના સાગરીતો સાથે નાનુ ઉર્ફે નાનીયોને પકડી કોમ્પ્લેક્ષના અંદરથી ખસડીને બહાર ખેંચી ઉપરા છાપરી ગળા સહિતના ભાગે ચપ્પુના ઘા ઝીંકી બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા. નાનુ ઉર્ફે નાનીયને તાબડતોડ લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના તબીબોએ તેને મરણ જાહેર કર્યો હતો. વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ નાનુ ઉર્ફે નાનીયો અને પ્રદિપ ઉર્ફે સેîડી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી દારૂના ધંધાની હરિફાઈ લઈને માથાકુટ ચાલતી હતી અને આ હરીફાઈ લોહીયાણ બની છે. દારૂના ધંધાને લઈ ચાલતી ગેગવોર હત્યા સુધી પહોચી જતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા છે. પોલીસે મૃતક બુટલેગર નાનુ ઉર્ફે નાનીયાની મૃતદેહને પીઍમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હત્યા પ્રદિપ ઉર્ફે સેંડી સહિતના આરોપીઓને ઝડપી પાડવા માટે સર્વલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

Related Posts
વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ sbi ના atm માં લાખો રૂપિયાની ચોરી થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી

ATM માં મુકેલ સીસીટીવીના આધારે ચોર ટોળકી ને શોધવાની પોલીસની ટીમ કામે લાગી સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરના કાનપુરા વિસ્તાર Read more

બ્રિક્સ સમિટ: PM મોદીએ દુનિયાને આપ્યો સ્પષ્ટ મેસેજ, અમે યુદ્ધ નહીં, ડિપ્લોમસીના સમર્થક

સમય ક્રાંતિ ન્યૂઝ.. રશિયાના કઝાન શહેરમાં ચાલી રહેલા બ્રિક્સ (BRICS) સમિટમાં ચીન, ભારત, યુએઈ (UAE) જેવા ઘણા મોટા દેશોએ ભાગ Read more

સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી