સારા અલી ખાનના પેટ ઉપર જોવા મળ્યા દાઝવાના નિશાન, લોકોએ ચિંતા કરવાને બદલે કરી ટ્રોલ

સમય ક્રાંતિ ન્યૂઝ..

બોલીવૂડ એક્ટ્રેસ સારા અલીખાન એક પછી એક ફિલ્મોમાં અને વેબસીરિઝમાં કામ કરી રહી છે. જેને કારણે તે સતત ચર્ચામાં રહે છે. હાલમાં તે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ મર્ડર મુબારકમાં જોવા મળી હતી. આ સાથે જ સારા પાસે વધુ એક ફિલ્મ છે. જેનું ટાઈટલ છે ‘એ વતન મેરે વતન’. એનું ટ્રેલર પર રીલિઝ થયું હતું.

સત્ય ઘટના આધારિત આ ફિલ્મની રીલિઝને લઈને દર્શકોમાં આતુરતા છે. આ વચ્ચે હાલમાં સારા પોતાના શરીર પરના આ નિશાનને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.હકિકતે ફિલ્મોની ચર્ચા વચ્ચે સારા અલી ખાન હાલમાં જ મુંબઈમાં જોવા મળી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ દરમિયાન અભિનેત્રી શોર્ટ્સ અને જિમ વેરમાં જોવા મળી હતી. અભિનેત્રીના ખુલ્લા પેટ ઉપર કેટલાક નિશાન જોવા મળ્યા હતા. પાપારાઝીએ તેને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે દાઝી ગઈ હતી. નેટીઝન્સ પણ સારાના શરીર પરના આ નિશાનને લઈને સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકોએ ચિંતા વ્યક્ત કરવાને બદલે અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.સારા અલી ખાનના વિડિયો પર લોકોની પ્રતિક્રિયાની વાત કરવામાં આવે તો, એક વ્યક્તિએ લખ્યું, ‘શું આ બધું બતાવવાથી ઠીક થઈ જશે?’ બીજાએ લખ્યું, ‘જો તમે સળગી ગયા છો, તો લોકોને બતાવશો તો ઠીક રહેશે?’ ‘જો તમે બીજાની ઈર્ષ્યા કરો છો, તો તમે પણ બળશો. લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
સિંઘમ અગેઈનમાં ચાહકોને નહીં જોવા મળે સલમાન ખાનનો કેમિયો, આ કારણે મેકર્સે બદલ્યો પ્લાન

સમય ક્રાંતિ ન્યૂઝ.. બોલિવૂડ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ સિંઘમ ચાહકોની મનપસંદ ફ્રેન્ચાઇઝીમાંથી એક છે. હવે ટૂંક સમયમાં Read more

હોટ રશિયન ગર્લને જોઈએ છે રિતિક રોશન જેવો છોકરો ! તમે શરતો પૂરી કરી શકો તો ઓફરનો ઉઠાવો લાભ!

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોશિયલ મીડિયા પર આપણી સામે કેટલીકવાર એવી વસ્તુઓ આવે છે કે આપણે માથું પકડીને બેસી જઈએ છીએ Read more

તમન્ના ભાટિયા પર EDનો શિકંજો, HPZ એપ કૌભાંડમાં પૂછપરછ

સમય ક્રાંતિ ન્યૂઝ.. બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા HPZ એપ કૌભાંડમાં ફસાઈ છે. અભિનેત્રી ગુરુવારે ગુવાહાટીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસમાં પૂછપરછ Read more

આલિયા ભટ્ટને ગંભીર બિમારી થઈ, ચાહકો આઘાતમાં

સમય ક્રાંતિ ન્યૂઝ.. બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે એટેન્શન ડેફિસિટ-હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)નો શિકાર છે. Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી