તાપીમાં મેઘાના વધામણા સાથે ચિમેર ધોધ જીવંત થયો આંખોને ઠંડક આપે તેઓ નજારો..

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લામાં આવેલા ચીમર ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ભારે વરસાદથી આ ધોધ જીવંત થયો છે, ચીમર ધોધ તાપીના ગાઢ જંગલોની વચ્ચે આવેલો છે. અને અંદાજિત 200 ફૂટથી ઉંચાઈ એથી નીચે પડે છે. હાલ તાપીમાં મેઘમહેર થતા આ ધોધ ખાતે કુદરતી સૌદર્યનો અદ્ભુત નઝારો જોવા મળી રહ્યો છે.

તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના દક્ષિણ વિસ્તારમાં આવેલ છે આ ચિમેર ધોધ આ ધોધ વરસાદને પગલે જીવંત થતાં આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે જેને સહેલાણી ઓ પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે હાલ વરસાદના કારણે જીવંત થયેલો આ ધોધ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.વરસાદને પગલે ચીમર ધોધનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. દૂર દૂરથી પ્રવાસીઓ આ ધોધની મુલાકાત લઈ રહ્યા છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

પ્રવાસીઓ ચીમર ધોધનું કુદરતી સૌંદર્ય માણતા આંખોને જાણે ઠંડક આપે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમા ખાસ કરીને  સુરત બરોડા અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રકૃતિ પ્રેમીઓ આ ધોધના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવતા હોય છે.  ચીમેર ધોધ સુધી પંહોચવા માટે આશરે 1 થી 2 કીમી પગદંડી જવાનો રસ્તો હોવાથી સેહલાણી ઓની મુશ્કેલીઓમાં વધારો જોવા મળે છે ત્યારે તંત્ર આ બાબતે ધ્યાન આપી રસ્તો સહિતની સુવિધાઓ પૂરી પાડે એવી લોકો માગ પણ કરી રહ્યા છે.

તાપી જિલ્લામાં ચીમર ધોધ આશરે 160 ફૂટની ઊંડાઈ ધરાવે છે. જંગલ વિસ્તારમાં આવેલ આ ધોધ ડાંગના મહલનો ગીરમાળ અને ગીરા ધોધની જેમ જ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડતા ચીમર ધોધનું સૌંદર્ય ખીલ્યું છે. તાપીના સોનગઢ તાલુકાથી 35 કિલોમીટર દૂર દક્ષિણ પટ્ટીમાં જંગલ વિસ્તારમાં હૌંદલાની બાજુમાં આવેલ ચીમેર ગામમાં આ ધોધ આવતો હોવાથી ચીમર ધોધ તરીકે લોકપ્રિય થયો છે. ચોમાસામાં તાપીનો ચીમર ધોધનું કુદરતી સૌંદર્ય નિખરે છે. 

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી