સમય ક્રાંતિ ન્યૂઝ..
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. અગાઉ પાર્ટી દ્વારા 39 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.
આજે બીજી યાદીમાં 43 ઉમેદવારોમાં નામ જાહેર જેમાં બારડોલી બેઠક પરથી સિધાર્થભાઈ ચૌધરી નું નામ જાહેર કરવામાં આવ્યું છે જયારે ગેનીબેનને બનાસકાંઠાથી, અનંત પટેલને વલસાડથી, સિધાર્થભાઈ ચૌધરીને બારડોલીથી,રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વથી, ભરત મકવાણા અમદાવાદ પશ્ચિમથી અને લલીત વસોયાને પોરબંદરથી ટિકિટ મળી છે. આ યાદીમાં 2 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ મળી છે.