ક્રિકેટર અભિષેક શર્માની ત્રણથી ચાર કલાક સુધી પૂછપરછ કરાઈ

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરતના વેસુ વિસ્તારમાં ગત 19 ફેબ્રુઆરીના રોજ મોડલ તાન્યાએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીઘું હતું. ત્યારે તાન્યા આપઘાત કેસમાં આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માનું નામ પણ સામે આવ્યું હતું. પરિણામે આજે અભિષેક નિવેદન નોંધાવા સુરત આવ્યો હતો. ત્રણથી ચાર કલાક સુધી ચાલેલી મેરેથોન પૂછપરછ બાદ અભિષેક કારમાં વેસુ પોલીસ મથકેથી રવાના થયા હતો. જોકે, મીડિયાના પ્રશ્નોને જવાબ આપવાનું ક્રિકેટર ટાળ્યું હતું.

અભિષેક શર્મા સવારે વેસુ પોલીસ મથકે પહોંચ્યો હતો

WhatsApp Group Join Now
Instagram Page Join Now

વેસુ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અભિષેક શર્મા સવારે 11 થી 12 કલાકની વચ્ચે વેસુ પોલીસ મથકે પહોંચ્યો હતો. અંદાજિત ત્રણથી ચાર કલાક સુધી અભિષેક શર્માના સુરત પોલીસ દ્વારા તાન્યા આપઘાત કેસ મામલે નિવેદન નોંધવામાં આવ્યા હતા. જેમાં તાન્યા અને પોતાની વચ્ચે રહેલી મિત્રતા અંગે અભિષેક દ્વારા તમામ માહિતી પોલીસને પોતાના નિવેદનમાં જણાવી હતી.

‘પુલીસને આજ મુઝે બુલાયા થા ઔર સ્ટેટમેન્ટ દેને કે લિયે મેં આયા હું”

ત્રણથી ચાર કલાક સુધી પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવ્યા બાદ તાન્યા આપઘાત કેસમાં મીડિયા દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપવાનો અભિષેક શર્માએ મોટાભાગે ટાળ્યું હતું. પરંતુ એક બે શબ્દોમાં અભિષેક શર્માએ મીડિયાના સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે ‘પુલીસને આજ મુઝે બુલાયા થા ઔર સ્ટેટમેન્ટ દેને કે લિયે મેં આજ આયા હું”. પુલીસ કો મૈને સારે સ્ટેટમેન્ટ દે દીયે હે, પુલીસ આપકો સ્ટેટમેન્ટ દે દેગી”. માત્ર ટૂંકા જવાબો આપી ક્રિકેટર અભિષેક શર્મા વેસુ પોલીસ મથકે ખાનગી કારમાં બેસી ત્યારબાદ રવાના થઈ ગયા હતા. જોકે પોલીસ મથકની અંદર મીડિયાના પ્રશ્નોથી બચવા અભિષેક શર્માએ કેમેરાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.

મહત્વનું છે કે ગ્લેમરસ ગર્લ તાન્યા આપઘાત કેસ મામલે વેસુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આપઘાત કેસમાં પોલીસને હજી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ ક્રિકેટર અભિષેક શર્માના નિવેદન બાદ આગામી દિવસોમાં સુરત પોલીસ આ મામલે કોઈ ખુલાસો કરે તેવી શક્યતા ચોક્કસથી દેખાઈ રહી છે. જોકે હાલ પોલીસ આ મામલે કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી. ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ તપાસમાં તાન્યાના આપઘાત પાછળ કોણ જવાબદાર છે અને હવે કઈ સત્ય હકીકત બહાર આવે છે.

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

BCCI લેવા જઈ રહી છે મોટો નિર્ણય, હવે સ્ટાર ક્રિકેટરોએ પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાજેતરમાં જ ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાયેલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી