સમય ક્રાંતિ ન્યૂઝ..
વરાછા જૂની શક્તિ વિજય સોસાયટી પાસે આવેલ અરિંહત કિરાણા એન્ડ પ્રોવિઝન સ્ટોર્સ અને ગાંધી કિરાણા એન્ડ ડ્રાયફ્રુટ હોલસેલની દુકાનમાં પોલીસે રેડ પાડી ડુપ્લીકેટ સુમુલ શુધ્ધ ઘીના પાઉચનો જથ્થો કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પાલનુપર રોડ શાંતિ નિકેતન સ્કુલ પાસે રામદેવનગર સોસાયટીમાં રહેતા અને સુમુલ દુધ ઉત્પાદક મંડળીમાં લીગલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિપેશ ચંપકલાલ ભટ્ટ (ઉ.વ.૫૬)ને એવી બાતમી મળી હતી કે વરાછા જૂની શક્તિ વિજય સોસાયટી રીટા પાર્કમાં આવેલ અરહિંત કિરાણા એન્ડ પ્રોવિઝન ર્સ્ટોસ ગાંધી કિરાણા એન્ડ ડ્રાયફ્રુટ હોલસેલની દુકાનમાં સુમુલ દુધ ઉત્પાદક મંડળ તથા અન્ય કોઈ લાયસન્સ વગર સુમુલ શુધ્ધ ઘીના ડુપ્લીકેટ પાઉચ બનાવી વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસને સાથે રાખી રેડ પાડી હતી. જેમાં દુકાનમાંથી સુમુલ શુધ્ધ ઘીના ૧ લીટરકના સાત પાઉચ અને ૫૦૦ મી,લીના પાંચ પાઉચ મળી કુલ ૧૨ પાઉચ જેની કિંમત રૂપિયા ૫,૮૯૦નો ડુપ્લીકેટ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. દુકાન માલીક મનુ વશરામ ગજેરા (રહે,સનસીટી રો હાઉસ શુકન રેસીડેન્સીની બાજુમાં લજામણી ચોક મોટા વરાછા) અને સાવલારામ અંબારામ ચૌધરી (રહે, શિવભક્તિ સોસાયટી માંકડા ગામ કામરેજ) દ્વારા ડુપ્લીકેટ ઘી બનાવી તેનું વેચાણ કરી ગ્રાહકોના સ્વાસ્થયïને જાખમમાં મુકી તેમની સાથે તેમજ સુમુલ દુધ ઉત્પાદક મંડળી સંસ્થા સાથે છેતરપિંડી કરવાની સાથે સંસ્થાનો લોગોનો ઉપયોગ કરી ટ્રેડમાર્ક તથા કોપી રાઈટના હક્કનો ભંગ કર્યો હોવાનુ બહાર આવતા બંને સામે ગુનો દાખલ કરી ડુપ્લીકેટ ઘી આપી જનાર સુનીલ નામના વ્યકિતને વોન્ટેડ બતાવ્યો હતો.