સ્મીમેરનાં તબીબ હોસ્ટેલમાં થાઈલેન્ડની યુવતીનાં વિવાદમાં તપાસ કમિટીની રચના

સમય ક્રાંતિ ન્યૂઝ..

સુરત મહાનગર પાલિકા સંચાલીત સ્મીમેર હોસ્પિટલનો ઓર્થોપેડિક વિભાગ વિવાદોનો પર્યાય બની ગયો છે.એટલુંજ નહીં આ વિભાગને વારંવારં વિવાદોમાં લાવનારા અન્ય કોઈ નહિ પરંતુ અહીંના કેટલાક રેસિડેન્ટ ડોક્ટરોની જ ભુમિકાઓ રહે છે. ક્યારેક જુનિયર સાથે રેગિંગ કરવી તો ક્યારેક દર્દીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવું એટલું ઓછું હોય ત્યારે અમુક રેસિડેન્ટ સામે દારૂનો સેવન કરવાના પણ આક્ષેપો થયા છે. આટલા વિવાદો વચ્ચે હવે વધુ એક સંગીન અને ગંભીર પ્રકારના આક્ષેપો એક રેસિડેન્ટ ડોક્ટર સામે થયા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલના કોલેજ કેમ્પસમાં આવેલ હોસ્ટેલમાં એક રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કથિત રીતે રંગરેલિયા મનાવવા માટે થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જોકે ત્યારે કોઈ કારણસર તેની સાથે ઝગડો થતાં રેસિડેન્ટ ડોકટરે થાઈ ગર્લને તમાચો મારી દીધો હતો જેને પગલે કેમ્પસમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. થાઈ ગર્લએ ૧૦૦ નંબર ઉપર કોલ કરતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને સમગ્ર મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો.જો કે અત્યાર સુધી આ મામલામાં કોઈ પોલીસ ફરિયાદ નથી થઇ છે. પરંતુ રેસિડેન્ટ ડોકટરના આ કૃત્યને પગલે આખી હોસ્પિટલ અને કોલેજ શર્મસાર થઇ ગઈ છે. કોલેજ તંત્ર દોડતું થઇ ગયું છે અને આનન ફાનનમાં આખા મામલો શું તે અંગે તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

તપાસ કમિટી બનાવવામાં આવી છે

આ અંગે ડો.રાજેન્દ્ર જોશી (ફિજીયોલોજી વિભાગ ) એ જણાવ્યું હતું કે ઓર્થોપેડિક વિભાગના રેસિડેન્ટ ડો.ઋત્વિક દરજી સામે બાહરથી કોઈ છોકરીને હોસ્ટેલમાં બોલાવવાના આક્ષેપો થયા છે.જો કે આ સમગ્ર મામલો શું છે. તેની તપાસ કરવામાં માટે પાંચથી સાત સભ્યોની એક તપાસ કમિટી બનાવવામાં આવી છે.કમિટીના સભ્યો તપાસ કરી બે- ત્રણ દિવસમાં રિપોર્ટ આપશે તેના આધારે આગળની કાર્યવાહી થશે

Related Posts
પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, ન.કૃ. યુ. વ્યારા ખાતે કેવીકે તાપી અને આત્મા તાપીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત દિન -વ -ડાંગર પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા માન. કુલપતિશ્રી Read more

ફિટ રહો, તંદુરસ્ત રહો: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે વ્યારામાં દોડ સ્પર્ધાનું આયોજન

સમય ક્રાંતિ ન્યૂઝ.. જિલ્લા કક્ષાની મીની મેરેથોન દોડ તેમજ રસ્સા ખેંચનું આજે સાંજે સાયજી ગ્રાઉન્ડ ખાતે ફ્લેગ ઓફ તાપી જિલ્લામાં Read more

તમાકુ મુક્ત શાળા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટોબેકો મુક્ત ભારત અભિયાન હેઠળ બાજીપુરાના કમલછોડ ખાતે ગત રોજ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વ્યારા Read more

કેનેડામાં થાંભલા સાથે અથડાયા બાદ ટેસ્લા સળગી, 3 ગુજરાતી સહિત 4 ભારતીય બળીને ભડથું થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. કેનેડાના ટોરોન્ટોમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત થયા છે. અહેવાલો અનુસાર તમામ લોકો ટેસ્લા કારમાં Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી