સમય ક્રાંતિ ન્યૂઝ..
ગુજરાત પોલીસમાં લોકરક્ષક અને PSI સહિતની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું યથાવત છે, પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ઉમેદવારોને ઝડપથી ફોર્મ ભરવા અપીલ કરી છેગુજરાતમાં પોલીસમાં બમ્પર ભરતી બહાર પડી છે.
પોલીસની વિવિધ કેડરની કુલ 12,472 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાનું ચાલુ છે. ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ વચ્ચે આજે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે કહ્યું કે ‘ભરતીનું ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારો ઝડપથી ફોર્મ ભરે છેલ્લા દિવસે ભીડ થશે તો કોઈ વધારાની વ્યવસ્થા કરવામાં આવશે નહીં.’SIની પોસ્ટ માટે અરજી કરવા માટે વ્યક્તિએ ગ્રેજ્યુએશન પાસ કર્યું હોવું જોઈએ. પોસ્ટ અનુસાર વય મર્યાદા અલગ રીતે નક્કી કરવામાં આવી છે. આ સાથે તમામ અનામત શ્રેણીઓને વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે. કોન્સ્ટેબલ માટે 18 વર્ષથી 33 વર્ષ છે જ્યારે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર- 21 વર્ષથી 35 વર્ષ વય મર્યાદા છે.